
ટંકારા તાલુકાના સખપર ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા બાળકોને કાયમ ગમ્મત સાથે જ્ઞાન સંસ્કારનુ સિંચન કરવા માટે પ્રયાસો કરવા મા આવે છે. એ પધ્ધતિ અનુસાર મકરસંક્રાંતિ પર્વ (ઉતરાયણ) નિમિત્તે પર્વ ના પૂર્વ દિવસે શાળાના ભૂલકાઓને પાઠ્ય પુસ્તકના જ્ઞાન સાથે કિલ્લોલ કરાવવા માટે શાળા કાર્ય પૂર્ણ થતા ખુલ્લા મેદાનમા પતંગોત્સવ ની મોજ કરાવી મકરસંક્રાંતિ પર્વ નુ મહત્વ સમજાવી ગામડાના દરેક ભૂલકાઓ રજા ની રંગત માણી શકે એ માટે શિક્ષકોએ ગાંઠ ના ગજવામાથી ખર્ચ કરી પતંગ વિતરણ કર્યુ હતુ.
ટંકારા તાલુકાની ભૌગોલિક રચના પ્રમાણે અંતરીયાળ ગણાય એવા નાનકડા સખપર ગામે આવેલી પ્રા.શાળાના આચાર્ય હેમંતભાઈ ભાગીયા ઉપરાંત શિક્ષકો રણજીતસિંહ બારડ, ઘનશ્યામભાઈ હરણેશા, માધુરીબેન બકુત્રા, ધવલ ચીકાણી સહિતના શિક્ષકોની ટીમ કાયમ ભૂલકાઓને ગમ્મત ગુલાલ સાથે જ્ઞાન સંસ્કારનુ સિંચન કરવા પ્રયાસો કરતા રહે છે. એ થીમ અંતર્ગત ઉતરાયણ પર્વના પૂર્વ દિવસે શાળાના ભૂલકાઓને પાઠ્ય પુસ્તકોના પાઠ ભણાવ્યા નુ અધ્યયન કાર્ય પૂર્ણ કરી શાળાથી દુર ખુલ્લા મેદાનમા બાળકો સાથે પતંગોત્સવ ઉજવવાનુ નક્કી કરી બાલવાટિકાથી ધોરણ ૮ ના ભૂલકાઓ ઉપરાંત, ગામડાના તમામ ભૂલકાઓને ખાસ આમંત્રિત કરી ટબુકડાઓ સાથે પતંગ ની મજા માણી હતી. બાદ મા, ઉત્તરાયણ ની રજા ની રંગત માણવા તમામ ભૂલકાઓને શિક્ષકોએ પોતાના ખિસ્સામાથી અંગત ખર્ચ કરી પતંગ સાથે મમરાના લાડુ, તલ અને માંડવીની ચીકી નુ વિતરણ કરી પતંગ ની જેમ મુક્ત મને હર્ષોલ્લાસ કરી ખુલ્લા મને વિહરવા સ્પેસ આપી ભૂલકાઓના વાલીગણને નિર્દોષ કિલ્લોલ કરતા ભૂલકાઓને પડવા આખડવાનુ ધ્યાન રાખી બાળસહજ રમતો માણવા દેવાની શીખ આપી હતી. માસ્તરો ની બાળારાજાઓ પ્રત્યેની મમતા ની ગામડામા સરાહના થઈ રહી હતી.


