
શહેરના સ્થાનિક આર્યસમાજને એક્સો વર્ષ પૂર્ણ થતા ભવ્ય આર્ય ધર્મોત્સવ ઉજવવા તખ્તો ઘડાયો.
—————————————————————————-
મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્થાપિત વૈદિક ધર્મ ની મશાલ ને પ્રજ્જવલિત કરતા આર્યસમાજ ની ટંકારામા ત્રણ હાટડી વિસ્તારમા આજથી એક્સો વર્ષ પૂર્વે મોરબી સ્ટેટના રાજવી સહિતના અનેક સમાજમા મોભો ધરાવતા પ્રબુધ બુધ્ધિજીવીઓ દ્વારા સ્થાપના કરી આર્યસમાજ સંસ્થા શરૂ કરી હતી. આજે એક સદી બાદ વર્તમાન સમયે આર્ય સમાજ ની બાગડોર સંભાળતા આર્યવિચારકો એ શતાબ્દી મહોત્સવ ઉજવવાનુ આયોજન ઘડી ને તડામાર તૈયારીઓ આરંભી દીધી છે.
ટંકારા શહેરના ત્રણ હાટડી વિસ્તારમા નિત્ય વૈદિક પ્રવૃત્તિ થકી આર્યસમાજ સંસ્થા ધબકી રહેલ છે. જેની સ્થાપના ૨૦૨૬ ની ૧૧ મી ફેબ્રુઆરી એ શિવરાત્રી ને દિવસે આર્યસમાજના સંન્યાસી સ્વામી શ્રધ્ધાનંદજી, મહાત્મા નારાયણ સ્વામી, સ્વામી શંકરાનંદજી, આત્મારામજી, અયોધયાપ્રસાદજી, આનંદપ્રિયજી ઉપરાંત, ટંંકારા/ મોરબી સ્ટેટ ના મહારાજા લખધીરસિંહજી અને વિરપુર સ્ટેટ ના મહારાજા હમીરસિંહજી ની ઉપસ્થિતિમા તેઓના વડપણ હેઠળ કરવામા આવી હતી. અને આ વખતે પ્રથમ કારોબારી ની પણ રચના સ્થાનિકોની નિયુક્તિ કરી પ્રમુખ તરીકે રેવાલાલ રામચરણ, મંત્રી તરીકે ચતુર્ભુજ શિવજી ત્રિવેદી, કોષાધ્યક્ષ નારણભાઈ કાનજી પીઠવા અને કારોબારી ના સભ્ય તરીકે ડુંગરશી રામજી સુથાર, ભલાભાઈ વસરામ ગઢવી ને નિયુક્ત કરાયા હતા. આ વખતે આર્યસમાજ ધર્મ ની ગતિવિધિઓ તેજ બનાવવા માટે પાયાના પથ્થર જેવા ગીરધરલાલ ગોવિંદજી મહેતા, શ્રીમતી શાંતાબેન શાહ અને ચંચળબેન પાઠક જેવા દિવંગતોએ વૈદિક ધર્મ ની મશાલ ને ઝળકતી રાખવા દિવેલ સિચ્યુ હતું. એક સદી પૂર્વે શરૂ થયેલ આર્ય સંસ્થા વર્તમાન સમયે ઘટાઘોર વટવૃક્ષ બની બની વેદ ઉપનિષદ ના ધર્મકાર્ય સાથે અનેક સેવાકીય પ્રવૃતિઓ અને રાષ્ટ્રના ભવિષ્ય સમા યુવા વર્ગ ને સંસ્કાર સાથે શારીરિક ઘડતરનુ કાર્ય કરે છે. જેમા, વર્ષ મા બે વખત બાળકો અને યુવાવર્ગ માટે શરીર સૌષ્ઠવ ધર્મ જ્ઞાન, સંસ્કાર સિંચન, વ્યસન મુક્ત જીવન ઘડતર ની શિબિરો યોજીને સંસ્કારી સમાજ નુ નિર્માણ કરવા સતત પ્રયત્નશીલ પ્રવૃત્તિઓ કરે છે. ઉપરાંત, 1970 થી દરરોજ સંસ્થા ખાતે દૈનિકયજ્ઞ કરવાની પ્રણાલી, પુસ્તકાલય, ઔષધાલય જેવી પ્રવૃત્તિઓ નિરંતર ચાલી રહી છે. બાલમંદિર, આર્યવીર દલ, આર્ય વિરાંગના દલ ઉપરાંત છેલ્લા ઘણા વર્ષો થી વેદ પ્રચાર અભિયાન ચલાવી ટંકારામા હાલ અનેક પરિવારો ઉત્તમ અને પવિત્ર કાર્ય યજ્ઞ કરતા થયા છે. આર્ય મહિલા મંડળ સતત વૈદિક પ્રવૃત્તિ ને વેગ આપવા કાર્યરત છે. વેદ પ્રચારરથ અને અગ્નિહોત્ર રથ સાથે સમાજમા જાતિવાદ થી ઉપર ઉઠી કોઈપણ જ્ઞાતિ જાતિના વ્યક્તિના દેહાવસાન વેળાએ થાય તો આર્યસમાજ દ્વારા સ્મશાનગૃહમા નિઃશુલ્ક અંત્યેષ્ઠી સંસ્કાર વિધિ સેવા કરવામા આવે છે. માનવધર્મ તરીકે શહેરના આર્થિક નબળી સ્થિતિના અનેક પરિવારો અને વિધવા બહેનોને દર મહિને નિ:શુલ્ક રાશન સહાય આપવાની સામાજીક સેવા સાથે ઉત્તરદાયિત્વ નિભાવે છે. સમાજ કલ્યાણ સાથે રાષ્ટ્ર પ્રત્યે અખંડ ભારતની અખંડિતતા માટે ભક્તિ ગીત સ્પર્ધા, રાષ્ટ્રને આઝાદી અપાવનારા દેશના નરબંકા શહીદોની શહાદતને યાદ કરી દરવર્ષે મશાલ સરઘસ, વિશ્વ મહિલા દિવસ, મહિલા યોગ શિબિર, દર શનિવારે રાત્રે વૈદિક પાઠશાળા, વૈદિક ધર્મ ના ગ્રંથો,પુસ્તકોનુ પ્રકાશન પણ આર્યસમાજ દ્વારા કરવામા આવે છે.
બોક્સ
શતાબ્દી મહોત્સવમા પંચ મહાયજ્ઞ, વેદ જ્ઞાન સંસ્કાર નું પ્રદર્શન યોજાશે.
આર્યસમાજની સ્થાપના ને એક્સો વર્ષ પૂર્ણ થતા આગામી તા. ૧૨-૧૩ ફેબ્રુઆરીએ શતાબ્દી મહોત્સવ ઉજવવા ભવ્ય આયોજન યોજવા તડામાર તૈયારીઓ આરંભાઈ ચુકી છે. જેમા, મહર્ષિ દયાનંદજી ના જીવન ચરિત્ર, વૈદિક વિચારધારા અને ઈશ્વર સૃષ્ટિ રચના ક્રમ, વેદ જ્ઞાન વગેરેનુ પ્રદર્શન યોજાશે ઉપરાંત, પંચ મહાયજ્ઞ, 16 સંસ્કારોની સમજ આપતુ પ્રદર્શન યોજી આર્ય વિદ્વાનો, આચાર્યો, સંન્યાસીઓ અહીં પધારી તેમના દ્વારા સત્સંગ અને આર્ય ભજનો, વેદ અને વેદાંત ઉપર ઉપદેશોથી ધર્મ અને સનાતન ધર્મ અને મર્મ નુ જ્ઞાન પિરસવામા આવશે. આર્ય ધર્મોત્સવમા સૌરાષ્ટ્ર ઉપરાંત રાજ્યભરમાથી અનેક આર્ય વિચારકો ઉમટી પડવાની ધારણા સેવાઈ રહી છે. લોકોને સંસ્થા તરફથી આવાસ-ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામા આવવાની હોવાની જાહેરાત કરી આર્ય ધર્મોત્સવમા પધારવા અપીલ કરવામા આવી છે.


