મોરબી કોર્ટે ચેક રિટર્ન કેસમા કસુરવાર ને ૧ વર્ષની સજા અને મુદ્દલ રકમ ડબલ ચુકવવા આદેશ કર્યો.

Advertisement
Advertisement

રાજસ્થાનની પાર્ટીએ ટાઈલ્સ ખરીદી અંગુઠો બતાવતા લેણદારે કોર્ટ ના દ્વાર ખટખટાવ્યા

મોરબીના સિરામિક ઉદ્યોગકારે રાજસ્થાનની પાર્ટીએ મોરબી ની સિરામિક કંપની પાસે થી ટાઈલ્સ ખરીદી કરી બદલામા ૨,૨૪,૦૫૪ રૂપિયા નો ચેક આપેલ હતો. જે ચેક વટાવવા બેંક મા રજુ કરતા ચેક બેલેન્સ ના અભાવે પરત ફરતા લેણીયાતે ચેક આપનાર ને અવગત કરતા તેણે રૂપિયા ૫૦ હજાર મોકલી બાકીની રકમ મોકલવા વાયદો કર્યો હતો. પરંતુ લેણી રકમ ન મોકલતા લેણદારે નેગોસીએબલ એકટ હેઠળ મોરબી કોર્ટમા ફરીયાદ દાખલ કરતા કેસ ચાલી જતા નામદાર કોર્ટે રાજસ્થાન ના ઈસમને કસુરવાર ઠેરવી એક વર્ષની સાદી જેલ ની સજા અને ડબલ લેણી રકમ ચુકવવા આદેશ કર્યો હતો.

મોરબીના જેતપર રોડ પર આવેલ એકયુટ સિરામિક પ્રા.લી. ના જયંતિભાઈ મેઘજી વાંસજાળીયા પાસેથી ગત તા. ૧૧ મી એપ્રીલ ૨૦૧૯ ના રોજ રાજસ્થાન રાજ્ય ની ભગવતી ટ્રેડર્સ ના પ્રોપાઈટર શમરસિંઘે ટાઈલ્સ ખરીદી બદલામા રૂપિયા ૨,૨૪,૦૫૪/- નો ચેક ઈસ્યુ કર્યો હતો. ચેક બેંક માથી નાણા ના અભાવે બાઉન્સ થતા ટાઈલ્સ ખરીદનારને જાણ કરતા સામે થી તા.૪ થી મે ૨૦૧૯ ના રોજ રૂપિયા ૫૦ હજાર ઓનલાઈન બેકિંગ સિસ્ટમ થી મોકલ્યા બાદ બાકી લેણી રકમ રૂપિયા ૧,૭૪,૦૫૪/- ન મોકલતા લેણદાર ઉધોગપતિએ તેમના વકીલ આર.એ.પટેલ મારફતે ચેક રિટર્ન સબબ ધી નેગોસિએબલ ઈન્સ્ટુમેન્ટ એકટ ૧૩૮ હેઠળ કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતા મોરબી કોર્ટે આધાર પુરાવા ધ્યાને લઈ ચેક રીટર્ન સબબ ટાઈલ્સ ખરીદી ચિટીંગ કરનારા શખ્સ ને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી જેલ સજા અને લેણી રકમ ની ડબલ રકમ રૂપિયા ૩,૪૮,૧૦૮/- લેણદાર ને સમયમર્યાદામા ચુકવી આપવા હુકમ કર્યો હતો. તેમજ આરોપી રકમ ન ચુકવે તો વધુ ત્રણ માસ ની સજા ફટકારતો હુકમ કર્યો હતો.