આમ આદમી પાર્ટીના પ્રદેશ જો.સેક્રેટરીની માંગણી ન સંતોષાય તો સરકાર સામે આંદોલનની ચિમકી

ટંકારા તાલુકાના મિતાણા ગામે હાઈવે કાંઠે આવેલ ડેમી-૧ ડેમ ના દરવાજા છેલ્લા ત્રણેક વર્ષ થી ભાંગી તુટી પડયા હોવાથી ડેમ મા સંગ્રહ થયેલો પાણીનો જથ્થો તંત્રવાહકો ની ઉદાસીનતા ને કારણે વેડફાઈ રહ્યો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ રાજ્ય ના મુખ્યમંત્રી ને પત્ર પાઠવી સિંચાઈ ના પાણી થી ખેતી, ખેડુત અને ગામડાને સમૃધ્ધ બનાવવા ગંભીરતા થી વિચારી સત્વરે રીપેર કરવા માંગણી કરી અંતમા, સરકાર પક્ષે થી ખેડુતો ના હિત મુદ્દે સરકારી તંત્ર હજુ સુષુપ્ત અવસ્થામા રહેશે તો આવનારા દિવસોમાં ખેડુતોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
ટંકારા તાલુકાના ખેડુતોને ખેતીમા વાવેતર મા પિયત માટે ઉપયોગી થતો સિંચાઈ કરવાનુ પાણી સંગ્રહ કરતો મિતાણા ખાતે રાજકોટ હાઈવે કાંઠે આવેલો ડેમી-૧ ડેમ ના દરવાજા છેલ્લા ત્રણ વર્ષથી જર્જરીત હાલતમા થઈ તુટી પડયા છે. દરવાજાના પાટીયા તુટી પડવાથી ડેમમા સંગ્રહ થયેલુ પાણી વેડફાઈ જઈ વહી રહ્યુ છે. પરીણામે સ્ટોરેજ પાણીનો લાભ ડેમ હેઠળ ના ગામડાના કમાંડ વિસ્તાર ના ખેડુતો ને સિંચાઈ નો પુરતો પાણીનો જથ્થો મળવો જોઈએ એ મળતો નથી. તંત્રની આળસ કે ઉદાસીનતા ના પાપે ખેડુતો સિંચાઈ ના પૂર્ણ લાભથી વંચિત રહે છે. ડેમ ના પાણી વેડફાઈ જવા અને ડેમ ના પાટીયા રીપેર કરવા મુદ્દે ખેડુતો દ્વારા અનેકવાર અવાર નવાર રજુઆતો કરવામાં આવેલ હોવા છતા રજુઆતો બહેરા કાને અથડાઈ હોવાની અનુભૂતિ રજુઆત કરનારાઓને થઈ હોય એવુ જણાયુ છે. તો, કાયમી ઉકેલ માટે ડેમી-૧ ડેમ ના ગેઈટ હટાવી તેની જગ્યાએ સિમેન્ટ કોંક્રિટ થી ડેમ ની ઊંચાઈ વધારી દેવા અથવા તુટેલા દરવાજા ઉખાડી ને મજબુત અને ટકાઉ દરવાજા નાંખવા આમ આદમી પાર્ટીના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ માંગણી દોહરાવી પત્ર ના અંતે ડેમી-૨ ડેમને નર્મદા યોજના હેઠળ સૌની યોજના હેઠળ સમાવવા જે જોગવાઈ કરેલ છે તે અંતર્ગત ડેમી-૧ ડેમ ને પણ સૌની યોજનામા સમાવિષ્ઠ કરી ખેતી અને ખેડુતો ના હિત મા જોડવા માંગણી કરી સરકારને ચિટીયો ખણી તાકિદે યોગ્ય નિર્ણય કરી માંગણી ઓ નહીં સ્વિકારાઈ તો સ્થાનિક ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ચિમકી ઉચ્ચારી હતી.


