ટંકારા હાઈવે પરથી ડેમી નદીમા યુવાને ઝંપલાવ્યુ, તંત્ર ના તરવૈયાઓએ શોધખોળ આદરી.

Advertisement
Advertisement

રાજકોટ મોરબી હાઈવે પર ટંકારા નજીક ડેમી નદીમા યુવાને છલાંગ લગાવી, ફાયર વિભાગના તરવૈયાઓએ શોધખોળ આદરી.

રાજકોટ મોરબી હાઈવે પર ટંકારા નજીક આવેલ બાર નાળા ના પુલ પરથી કોઈ યુવાને નદીમા ઝંપલાવ્યુ હોવાનુ અને બનાવ ની જાણ થતા સ્થાનિક પોલીસ સાથે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી હોવાનુ જાણવા મળ્યુ છે.

રાજકોટ મોરબી સ્ટેટ હાઈવે નીચે ટંકારા ના પાદર માથી પસાર થતી ડેમી નદી પસાર થતી હોવાથી હાઈવે નીચે બાર નાળા મુકાયા હોય ઉપર પુલ આવેલ છે. રાત્રે આઠેક વાગ્યે કોઈ યુવાને પુલ પરથી નદીમા ઝંપલાવ્યુ હોવાનુ બહાર આવતા ખળભળાટ મચ્યો હતો. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડ ને જાણ કરતા ફાયર વિભાગના તરવૈયાઓ ઘટના સ્થળે દોડી જઈ નદી ખુંદવા ની કામગીરી હાથ ધરી હોવાનુ જાણવા મળ્યુ છે. હાલ એકાદ કલાક થી આ લખાય છે. ત્યા સુધી હજુ નદી મા કુદકો મારનાર ની ભાળ મળી નથી.