ટંકારા: લજાઈ પાસે પોલિપેક ફેકટરીમા શ્રમિક પર હુમલો, સારવાર મા મોત, બનાવ હત્યામા પલટાયો.

Advertisement
Advertisement
યુપીથી પેટીયુ રળવા આવેલા પચીસ વર્ષિય પરીણીત યુવાન પર પોતાના વતનના જ અન્ય શ્રમિકે કોઈ મુદ્દે હુમલો કર્યો હતો.

ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ ઔધોગિક એકમમા આવેલી ફેક્ટરી મા લેબર કામ કરતા યુપીના પરપ્રાંતિય શ્રમિક યુવાન ને અન્ય પરપ્રાંતિય શ્રમિકે કોઈ કારણથી માર મારતા ઈજા થતા ચારેક દિવસ પૂર્વે રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર કારગત નિવડે એ પૂર્વે મજુરનુ મોત નિપજતા બનાવ હત્યા મા પલટાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને બનાવની જાણ કરતા ટંકારા પોલીસે તાબડતોબ હુમલો કરનાર ને રાઉન્ડઅપ કરી રાજકોટ દોડી ગઈ હતી. પીએમ બાદ સ્પષ્ટ થયે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરાશે.

બનાવની પ્રાથમિક તબક્કે જાણવા મળેલી વિગત મુજબ ટંકારા તાલુકાના મોરબી હાઈવે પર આવેલા લજાઈ નજીક આવેલા જીઆઈડીસી વિસ્તારમા આવેલી દેવ પોલિપેક નામની ફેક્ટરી મા આઠેક મહિના પૂર્વે મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યનો પિન્ટુ વર્મા નામનો યુવાન લેબર કામ કરવા જોતરાયો હોય અને ફેકટરી મા કામ કરતા સ્ટાફ માટે બનેલ ખોલી મા રહેતો હોય ચારેક દિવસ પૂર્વે રાબેતા મુજબ કામ નિપટાવી પોતાની ખોલી મા આવ્યો હતો. અને ઓરડીની બાજુ મા રહેતા ઉતરપ્રદેશના અંગદ નામના અન્ય મજુરની ઓરડી પાસે જતા અંગદે કોઈ કારણોસર તેના પર હુમલો કરી ફેકટરી કામ મા વપરાતો સ્ટીલનો હુંક ફટકારી દેતા પિન્ટુને ગંભીર ઈજા પહોંચી હતી. તાબડતોબ સૌ પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પરંતુ સારવાર કારગત નિવડે એ પૂર્વે મજુરનુ મોત નિપજતા બનાવ હત્યા મા પલટાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના અમૃતભાઈ મકવાણા અને રામશીભાઈ વરૂ એ ટંંકારા પોલીસ ને જાણ કરતા પોલીસે તાબડતોબ સીસીટીવી ફૂટેજ ચેક કરવા કારખાનેદાર ને જાણ કરતા ચારેક મહિના પૂર્વે લેબર કામે જોડાયેલા અંગદે હુમલો કર્યા નુ સામે આવતા પોલીસે હાલ હુમલો કરનાર શ્રમિક ને રાઉન્ડઅપ કરી વિશેષ તપાસ હાથ ધરી હતી.