
લેણદાર ઉછીના નાણા ક્યાં થી આવ્યા? નો ખુલાસો કરવામા નિષ્ફળ રહ્યા ની બચાવ પક્ષના વકીલ બારૈયા ની દલીલો માન્ય
રાજકોટ રહેતા ટંકારાના જમાઈ એ ટંકારાના મોટાખિજડીયા ના મિત્ર પાસે થી મિત્રતાના દાવે હાથ ઉછીના રૂપિયા દસ લાખ રોકડા લીધા બાદ પરત ન કરતા લેણદારે ઉઘરાણી કરતા બદલા મા ચેક આપેલ હોય જે ચેક રીટર્ન થતા ચેક રીટર્ન સબબ ટંકારા કોર્ટમા ફોજદારી દાવો દાખલ થતા ચેક આપનારે વકીલ મારફત કોર્ટ સમક્ષ ફરીયાદ તથ્ય વિહોણી હોવાના બચાવ સાથે વકીલ મારફત અરજી કરતા અદાલતે બચાવ પક્ષના વકીલની દલીલો માન્ય રાખી આરોપીને નોગેસીયેબલ એકટ ના ગુનામા નિર્દોષ છોડી મુકતો હુકમ કર્યો હતો.
ટંકારા તાલુકાના મોટા ખિજડીયાના પૃથ્વી સિંહ ઝાલા એ પોતાના મિત્ર ટંકારાના ચેતન ત્રિવેદીના રાજકોટ ના મોટા મવા રહેતા બનેવી ભાવેશ કમળાશંકર રાવલ ને આર્થિક નાણા ની જરૂરીયાત પડતા મિત્ર દાવે ગત તા.12/06/2023 ના રોજ રૂપિયા દસ લાખ હાથ ઉછીના આપ્યા હતા. જેના બદલામા નાણા લેનાર ભાવેશ રાવલે તા.27/07/2023 ના રોજ ધી કો.ઓપરેટીવ બેંક રાજકોટ નો રૂપિયા 10 લાખ નો ચેક આપેલ હતો. જે ચેક બેંક માથી નાણા ની કમી ના શેરા સાથે પરત ફરતા લેણદારે ટંકારા કોર્ટ મા તા. 03/11/2023 ના રોજ ધી નેગોસીયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ફરીયાદ દાખલ કરી હતી. સામે પક્ષે નાણા લેનાર ઈસમે પોતાના એડવોકેટ અને નોટરી મુકેશ વી. બારૈયા મારફતે ફરીયાદ તથ્ય વિહોણી હોવાના પુરાવા સાથે કોર્ટમાં પોતાનો બચાવ કરતી અરજી કરી હતી. જે કેસ બોર્ડ પર આવતા બચાવ પક્ષના વકીલે પોતાના અસીલ સાથે થયેલા આર્થિક વ્યવહારો પુરવાર થતા ન હોય જેમા, ફરીયાદી ને આરોપીના સાળા સાથે મિત્રતા હોવાનુ કહે છે. આરોપી સાથે સિધો સંપર્ક નથી. જ્યારે ફરીયાદી ખુદે પોતાની આવકના રજુ કરેલા છેલ્લા બે વર્ષ ના રીટર્ન મા પોતાની આવક રૂપિયા 3,52,340/- તથા 6,52,380/- રજુ કરતા ફરીયાદ શંકાસ્પદ જણાઈ આવે છે. ઉપરાંત, ફરીયાદીની કોર્ટ સમક્ષ ઉલટ તપાસમા તેઓએ ફરીયાદ મા પેટ્રોલપંપ ધરાવતા હોવાનુ જણાવ્યુ હોય હકિકત મા પેટ્રોલપંપ નહીં હોવાનુ અને રીટર્ન જોતા રોકડ વ્યવહાર દસ લાખ ક્યાં થી મેળવ્યા તે અંગે પુરાવા રજુ કરવામા ફરીયાદી નિષ્ફળ નિવડ્યા હોવાની બચાવ પક્ષના વકીલ બારૈયા ની ધારદાર દલીલો કોર્ટે માન્ય રાખી પ્રથમ દષ્ટિએ જ ફરીયાદી ની આર્થિક સધ્ધરતા સામે પ્રશ્નાર્થ ઉદભવે છે.અને ફરીયાદ શંકા ઉત્પન્ન કરનારી હોય લેણી રકમ નુ ખંડન થતુ હોવાનુ જણાઈ રહ્યા ના તારણો સાથે ફરીયાદી ખુદ લેણી રકમ અંગે કાયદેસરનુ લેણુ પુરવાર કરવામા નિષ્ફળ જતા હોવાની બચાવ પક્ષની દલીલો કોર્ટે માન્ય રાખી ચેક રીટર્ન કેસમા જજ એસ.જી. શેખે આરોપી ને નિર્દોષ છોડી મુકતો હુકમ કર્યો હતો.


