
તાજેતરમાં સંપન્ન થયેલા હિંદુ ધર્મના સૌથી મોટા ધાર્મિક પર્વ નવરાત્રી મહોત્સવ પ્રસંગે ટંકારામા દર વખત માફક આ વર્ષે પણ લગભગ ત્રીસ થી વધુ સ્થળે ગરબા રમવાનુ આયોજન થયુ હતુ.જેમા, આનંદ ની બાબત એ રહી કે, એક પણ ઠેકાણે અર્વાચીન નુ ગ્રહણ હજુ સુધી લાગવા દીધુ નહોતુ. દરેક ગરબી મંડળોએ પ઼ાચીન ગરબાની થીમ ઉપર બાળાઓ, મહિલાઓ, પુરૂષો ગરબા ના તાલે ગરબા રમ્યા હતા. શહેર મા નગર ની પ્રાચીન ગણાતી વાઘેશ્ર્વરી મંદિર ની ગરબીનુ આયોજન કરતા સોની મહાજન ઉપરાંત, સેવાભાવી યુવકો ના ગૃપ દ્વારા બાળાઓને પ્રાચીન ગરબાની થીમ ઉપર ગરબા રમતા શિખવી માતાજીની અનોખી આરાધના કરવા ની તાલીમ આપી હતી. માતાજી મા અપાર શ્રધ્ધા ધરાવતા સેવાભાવી યુવકો દિવસભર પરીવાર ને આર્થિક મદદરૂપ થવા પોતાની રોજીરોટી રળીને દરરોજ રાત્રે સેવાભાવે પ્રાચીન ગરબાની ઢબે બાળાઓને રાસે રમતા શિખવી બાળા ઓના રૂપમા મા ભગવતી ની અનેરી ભક્તિ ઉજાગર કરી હતી.
હિંદુ ધર્મ ના સૌથી મોટા ધાર્મિક પર્વ નવરાત્રી તાજેતરમા સંપન્ન થઈ હતી. સતત નવ દિવસ અનુષ્ઠાન અને રાત્રે રાસ ગરબા- આરતી થકી માતાજીને આરાધના કરવાનુ પૌરાણિક શાસ્ત્રોમા ઉલ્લેખ છે. એ ધર્મ શાસ્ત્રો ને અનુસરી ટંકારામા દરેક ગરબી મંડળોએ પ્રાચીન પરંપરા જાળવી ગરબા ગાવા ની સાથે ગરબા રમવાની રસમ જાળવી બાળાઓ, મહિલાઓ અને કોઈ સ્થળે પુરૂષો પણ ગરબે રમ્યા હતા. જેમા, શહેરની સાત દાયકા જુની સોની મહાજન ની ગરબી તરીકે ઓળખાતી વાઘેશ્ર્વરી મંદિર ગરબીનુ સંચાલન શહેર ના સેવાભાવી યુવકો હિરેનભાઈ રાણપુરા, દીપેનભાઈ રાણપુરા, દિવ્યેશભાઈ રાણપુરા, મેહુલ માંડલિયા, કેવલ સેજપાલ, અંકિત ભગદેવ,ધ્રુવીત કારાવડીયા, દર્શન રાણપુરા, પ્રકાશભાઈ રાણપુરા, રમણીકભાઈ કાંજીયા સહિતના ઓ નિઃસ્વાર્થ ભાવે સંભાળી નવરાત્રી પૂર્વે સતત પંદર દિવસ સુધી બાળાઓને તાલીમ આપી દરરોજ રાત્રે પ્રાચીન ગરબા ની લય સાથે તાલ મિલાવી ગરબા રમાડી અનોખી માઈ ભક્તિ ઉજાગર કરી હતી. નોંધપાત્ર બાબત એ છે કે, ગરબી મંડળનુ સંચાલન કરતા યુવા મિત્રો દિવસભર પોતાના પરીવાર ને મદદરૂપ થવા પોતાની રોજીરોટી રળીને દરરોજ રાત્રે બાળાઓને પ઼ાચીન ગરબાના લય, તાલ ઉપર પ્રાચીન ઢબે ગરબા રમવા ની થીમ ઉપર પે઼કટીસ કરાવી મોડીરાત સુધી અપેક્ષા વગર ગરબે રમાડી યુવા મિત્રો ની ટીમે અનોખી માઈ ભક્તિ ઉજાગર કરી હતી. અહીંયા મહિષાસુર રાસ, મોગલ રાસ અને ટીપણી રાસે ભારે આકર્ષણ જમાવ્યુ હતુ. નવરાત્રી સંપન્ન થતા બાળાઓ ને ઉપહાર રૂપે લ્હાણી ની ભેટ પણ અપાઈ હતી.


