ટંકારાના લીંબુ સરબત વેચતા જુગલબંધુ ગરબીમા રમતી બાળાઓમા મા જગદંબા નિહાળી લ્હાણી રૂપે ભેટ આપી અનોખી માઈ ભક્તિ કરે છે.

Advertisement
Advertisement
હાલ હિંદુ ધર્મના નવલા નોરતા પર્વ ચાલી રહ્યા છે. નવરાત્રી દરમિયાન હિંદુ ધર્મ મા માનનારા પરીવારો સળંગ નવ દિવસ જુદી જુદી રીતે માતાજી ની આરાધના અને માતાજીના ગરબા ગાઈને માઈ ભક્તિ, પુજા, આરાધના, અર્ચના કરતા હોય છે. ત્યારે ટંકારા શહેરના હાઈવે કાંઠે વસેલા નવા ટંંકારા ના સોસાયટી વિસ્તાર મા રહેતા અને અતિ ધાર્મિક વૃત્તિના રઘુવંશી સમાજના લીંબુ સરબત ની કેબિન ચલાવી પરીવાર નુ ગુજરાન ચલાવતા ધર્મ અને પરોપકાર વૃતિના બે ભાઈઓ દર વર્ષે શહેરની ગરબીઓમા ગરબે રમતી બાળાઓ ને માતાજી સ્વરૂપ માની દરેક દિકરીઓને પ્રસાદ રૂપે લ્હાણી વિતરણ કરી પોતાની અનેરી ભક્તિ પ્રદર્શિત કરે છે. તવંગરો ટુંકા પડે એવો જુગલ જોડી ભાઈઓનો ભાવ તેઓની માઈ ભક્તિ મા જોવા મળે છે.
ટંકારા શહેરના મુખ્ય પ્રવેશદ્વારે જ શ્રી હરી લીંબુ સોડા ની નાનકડી કેબિન ચલાવી પરીવાર નુ લાલનપાલન કરતા લોહાણા સમાજ ના બે ભાઈઓ પરેશભાઈ અને પિન્ટુભાઈ વિઠલાણીનો પરીવાર દાન ધર્મ કરી શકે એટલા આર્થિક સક્ષમ નથી. તેમ છતા તેઓની ધાર્મિક લાગણી અને ઉદાર હ્યદયભાવ તવંગર ને આંટી દયે એટલુ વિશાળ છે. ટંકારામા માત્ર એક જ વિઠલાણી પરીવાર વસે છે. તેઓ અતિ ધાર્મિક વૃત્તિ સાથે પરાયા નુ દુઃખ દર્દ જાણી બંને ભાઈઓને વારસા મા મળેલા સંસ્કાર અને સત્કાર્ય ના સદગુણ તેમના ઉદાર ભાવ ને છતા કર્યા વગર રહેતા નથી. હાલ નવરાત્રી પર્વ ચાલી રહ્યુ હોય બંને ભાઈઓ શહેરના જુદા જુદા વિસ્તારમાં પહોંચી મહોલ્લા ની ગરબીમા રાસે રમતી બાળાઓને જગદંબા નુ સ્વરૂપ માનીને દિકરીઓના દર્શન કરી પોતાની સિમિત આવકના હિસ્સા માથી અમુક રકમ ધર્મકાર્ય મા વાપરવાની વૃતિ થી ગજવામા બે પૈસા બચાવવા ને બદલે ગરબે રમતી દરેક બાળાઓને લ્હાણી રૂપે યથાશક્તિ પ્રસાદ રૂપે પુરસ્કાર આપી અનોખી માઈ ભક્તિ કરે છે. અનેક ગરબીઓમા બાળાઓ ને લ્હાણી વિતરણ કરી ચુક્યા છે. અને હજુ બે દિવસ આ સિલસિલો યથાવત રાખી કાર્ય ચાલુ રાખ્યું છે, બંને ભાઈઓ ની જુગલબંધી શહેરમા કોઈ પણ સ્થળે કોઈ પણ જાહેર ધાર્મિક ઉત્સવ કે પ્રસંગ હોય કે પછી સારા નરસા પ્રસંગે ધૂન ભજન કીર્તન હોય માલેતુજાર પહોંચે કે ન પહોંચે પરંતુ પિન્ટુ વિઠલાણી પોતાની ધર્મ પ્રત્યે ની લાગણી થી ભેટ લખાવવા અચુક પહોંચી ચુક્યા હોય છે. પરેશ પિન્ટુ ની ધર્મ પ્રત્યેના લગાવ અને લાગણીભર્યા સંસ્કાર ની નગરમા સરાહના થઈ રહી છે. સોમવારે રાત્રે દયાનંદ ચોક મા રાજબાઈ ગરબી મંડળ અને દયાનંદ નગર સહિત અનેક સ્થળોએ બાળાઓ ને સરસ મજાની પ્રસાદ રૂપી લ્હાણી વિતરણ કરી ચુક્યા છે. જ્યારે મંગળવારે વાઘેશ્વરી મંદિર ની બાળાઓને લ્હાણી પ્રસાદ અર્પણ કરી ધર્મ ભક્તિ ઉજાગર કરી ધન્યતા અનુભવી હતી.