ટંકારામા આરોગ્ય વિભાગે સ્વસ્થ નારી સશક્ત પરીવાર અંતર્ગત આરોગ્ય તપાસ કેમ્પ યોજયો.

Advertisement
Advertisement
સરકારની સુચના થી આરોગ્ય વિભાગ દ્વારા સ્વસ્થ નારી  સશક્ત પરીવાર અભિયાન અંતર્ગત જીલ્લા તંત્રના માર્ગદર્શન હેઠળ ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા, GMERS મેડીકલ કોલેજ મોરબીના નિષ્ણાંત ટીમ દ્વારા ઓર્થોપેડીક, સ્ત્રી રોગ, બાળરોગ, દંત રોગ સહિત વિવિધ ૧૪૨ વ્યક્તિ ઓના દર્દ ની તપાસણી અને સારવાર કરવામા આવી હતી. કેમ્પ નો પ્રારંભે ધારાસભ્ય, તા.પં. પ્રમુખ પ્રતિનિધિ વસંત ભાઈ માંડવીયા, સામાજીક ન્યાય સમિતિ ના ચેરમેન પતિ અશોકભાઈ ચાવડા, નિલેશ પટણી, હસુભાઈ દુબરીયા, ભાવિન સેજપાલ સહિતનાઓએ ઉપસ્થિત રહી આરંભ કરાવ્યો હતો. આ તકે, સીએચસીના ડો. હિરલ પારજીયા, ઉમેશ ગોસાઈ,  બિનાબેન સનાવડા, હિતેષ પટેલ સહિતના આરોગ્ય કર્મચારીઓએ આયોજન અંગે જહેમત ઉઠાવી હતી.