વોર્ડ વાઈઝ પ્રસિધ્ધ થયેલી મતદાર યાદીમા ચોક્કસ પક્ષને ફાયદો થાય એવો મામકાવાદ ટપકતો હોવાનો આક્ષેપ.

રાજ્ય સરકારે ટંકારામા ગ્રામ પંચાયત રદ કરી નગરપાલીકા નો દરજ્જો આપી દીધા બાદ જુલાઈ ૨૪ થી કાર્યરત થયેલી નગર પાલીકા બની ત્યારથી મૂળ ટંકારા વાસી ના લોકો મા જન્મેલી નારાજગી આજે પણ યથાવત છે. પાલિકાની જાહેરાત થઈ ત્યારથી વારંવાર વિરોધના સુર ઉઠ્યા રહ્યા છે.પરંતુ શાસક પક્ષે થી પ્રજાને વિકાસ ના પરાણે ચશ્મા પહેરાવવાની ફિરાકમા લોકલાગણીને ગણકાર્યા વગર લોકો ના લલાટે પાલિકા ઠોકી બેસાડ્યા બાદ પાલિકા ની પ્રથમ ચુંટણી યોજવાની ગતિવિધિ તેજ બનાવી નગર પાલિકા ના છ વોર્ડ ની રચના કર્યા બાદ નવુ સિમાંકન જાહેર કરી નવા વોર્ડ પ્રમાણે મતદાર યાદી પ્રસિધ્ધ થતા જ ફરી હોબાળો મચ્યો હતો અને શહેરના સમાજ સેવક હબીબ ઈસા અબ્રાણી એ જાહેર થયેલી મતદાર યાદી મુદ્દે નારાજગી વ્યક્ત કરી સરકાર નો કાન આમળતો પત્ર મામલતદાર ને પાઠવી ધગધગતી રજુઆત કરી હતી. પત્ર મા મતદાર યાદી મા મામકાવાદ ટપકતો હોવાની સરેઆમ ઝાટકણી કાઢી ફરીથી વોર્ડ રચના કરી મતદાર યાદી બનાવવા માંગણી કરી યોગ્ય સુધારા ન કરાઈ તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારતા ફરી પાલિકા મુદ્દે ખળભળાટ મચ્યો હતો.
ટંકારા ને રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયત માથી નગરપાલિકા નો દરજ્જો અપાયા બાદ જુલાઈ -૨૪ થી નગર પાલીકા કાર્યરત થઈ ગઈ છે. પરંતુ પાલીકા ઘોષિત થઈ ત્યારથી સરકાર ના અપરીપકવ નિર્ણય સામે વારંવાર વિરોધ ઉઠતા રહ્યા છે. અને જાહેરાતથી અવારનવાર મૂળ ટંકારા નિવાસી નગરજનો નારાજ હોવાની સાથે કચવાટ ની લાગણી અને રોષ વ્યક્ત કરતા રહ્યા હોવા છતા સરકારે વિરોધ ને ગણકાર્યા વગર પ્રજાને પરાણે વિકાસ ના ચશ્મા પહેરાવીને પ્રજાના લલાટે પાલિકા ઠોકી બેસાડી દીધા બાદ વોર્ડ રચના જાહેર કરી છ વોર્ડ બનાવી આગામી પાલિકા ની પ્રથમ ચુંટણી યોજવાની ગતિવિધિ તેજ બનાવી વોર્ડ પ્રમાણે સિમાંકન જાહેર કરી મતદાર યાદી પ્રસિધ્ધ કરતા ફરી વિવાદનો મધપુડો છંછેડાયો હતો. નવી જાહેર થયેલી મતદાર યાદી મા ચોક્કસ પક્ષ ને ફાયદો કરાવવા નજીક નજીક ના વિસ્તારો વિખેરી અને દુર વસતા વિસ્તારો જોડી દેવામાં આવ્યા હોવાની રાવ સાથે ટંકારાના સમાજસેવક હબીબ ઈસા અબ્રાણી એ મામલતદાર ને રૂબરૂ પત્ર પાઠવી આ મુદ્દે સરકારનો કાન આમળી પક્ષપાતી મતદાર યાદી સુધારવા માંગણી કરી હાલ જાહેર થયેલી મતદાર યાદી મા મામકાવાદ ટપકતો હોઈ એ દુર કરી નજીક ના વિસ્તારો ને એક સાથે જોડવા તથા રાજકીય પક્ષ ને ફાયદો થાય એવી રીતે તૈયાર થયેલી મતદાર યાદી મા દુરના વિસ્તાર ને એક વોર્ડ મા જોડવાની નિતી સ્પષ્ટ કરે છે કે સરકારી બાબુઓ દ્વારા રાજકીય પક્ષ ના હાથા બની કામગીરી કરાઈ છે. જાહેર થયેલ નવુ સિમાંકન મા મતદારોનુ જયા રહેઠાણ છે. એ વિસ્તારના મતદારોને એ એક જ વોર્ડ મા જોડવા માંગણી ઉઠાવી હતી. નવી મતદાર યાદી પક્ષપાતી વલણ ત્યજી નજીક નજીક ના વોર્ડ રચના ની વિસંગતતા દુર કરવા પત્ર મા ભડાશ કાઢી યોગ્ય નિર્ણય નહીં કરાઈ તો અંત મા ટંંકારા બંધ સહિતના કાર્યક્રમો આપી આંદોલન નુ રણશિંગુ ફુંકવા તથા ચુંટણી નો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારતા પાલિકા મુદ્દે ખળભળાટ મચ્યો હતો.


