શરમ..શરમ.. મોરબી ની મુખ્ય પોસ્ટ ઓફિસ પર લાઈનમા રાખી પાંચ થી વધુ રજીસ્ટર્ડ ટપાલ સ્વિકારાતી ન હોવાની રાવ ઉઠી.

Advertisement
Advertisement
કલાકો ના સમય બગાડી ગુજરાત મા અંગ્રેજી ભાષા નો આગ્રહ રાખવામાં આવે છે.

મોરબી જીલ્લા મથકે ધમધમતી મુખ્ય પોસ્ટલ વિભાગની પોસ્ટ ઓફિસ મા રજીસ્ટર્ડ એડી કરવા ઉપરાંત, સરકારી વિભાગમા ચુકવણી કરવા માટે ચલણ માટે માત્ર બે જ બારી ખુલ્લી રખાતી હોય છે. અને બારી પર પોસ્ટના રજીસ્ટર સ્વિકારતા કર્મચારીઓ પોતાના ઘર ની ધોરાજી ચલાવી સૌ પ્રથમ કતારબધ્ધ બબે કલાક ઉભા રાખી ને માત્ર પાંચ જ ટપાલ સ્વિકારે છે. અનેક સરકારી કચેરીઓ તથા ઉધોગ ધંધા સાથે સંકળાયેલા કર્મચારીઓને પાંચ થી વધુ સંખ્યામા ટપાલ રજીસ્ટર હોય તો ફરી લાઈનમા છેલ્લે ઉભા રાખી રીતસર પજવણી કરતા હોવાની રાવ ઉઠવા પામી છે. પોસ્ટલ વિભાગથી ત્રસ્ત થઈ ચુકેલા બુઝુર્ગ કર્મચારી એ જણાવ્યા પ્રમાણે ગુજરાતી મા એડ્રેસ લખ્યુ હોય તો ફરજીયાત અંગ્રેજી ભાષા ના ઉપયોગ ની સુફીયાણી સલાહ આગ્રહ પૂર્વક ગુજરાતી ભાષા નુ અપમાન કરાઈ રહ્યો હોવાનો બળાપો ઠાલવ્યો હતો.
મોરબી મેઈન બજાર મા આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસ મા જતા અનેક લોકો ને કર્મચારીઓની કનડગત થતી હોવાની રાવ ઉઠવા પામી છે. જેમા, સરકારી કચેરીઓમાં તથા ઉધોગ નગરી હોવાથી ઉધોગકારો ના કર્મચારીઓને અનેક રજીસ્ટર પોસ્ટ પાર્સલ (Rpad ) હોય છે. કચેરીએથી જતા નિચલા વર્ગ ના કર્મચારીઓને પોસ્ટ ની બારી પર બેસતા ક્લાર્ક સંવર્ગ ના કર્મચારીઓ ડાંડાઈ કરી લાઈનમાં બબે કલાક ઉભા રાખી ને માત્ર પાંચ જ ટપાલ વજન કરી સ્ટેમ્પ લગાડી સ્વિકારવામાં આવે છે. પાંચ થી વધુ ટપાલ (કવર) હોય તો ફરી લાઈનમાં છેલ્લે ઉભા રહેવા સુચના આપી આખો દિવસ બગાડતા હોવાની રાવ ઉઠવા પામી છે. ઉપરથી ગુજરાત રાજ્ય હોય અહીંયા ગુજરાતી ભાષા નુ જ મહત્વ હોવા છતા અંગ્રેજી ભાષા વાપરવા જીદ કરી આગ્રહ કરવાની સુફીયાણી સલાહ આપવાનો નવો ચિલો કરાઈ રહ્યો હોવાથી પરેશાની વધવા પામી હોવાનો બળાપો ઠલવાઈ રહ્યો છે. સરકારી કચેરીઓ મા પટાવાળા દરજ્જા ના તથા ખાનગી નોકરી કરતા વ્યક્તિઓ ને અંગ્રેજી જ્ઞાન હોતુ નથી એટલે મુશ્કેલી થતી હોય નિવારવા અને વધુ બારી ખોલી પબ્લીક રીલેશન બારી પર લોકાભિમુખ વહીવટ કુશળ કર્મચારી ને મુકવા કાગારોળ મચી હતી.