પરપ્રાંતિય ગરીબ શ્રમજીવી ઉપર દમન ગુજારવાનો કિસ્સો

ટંકારા તાલુકા ના ઘુનડા (સ.) ગામે પરપ્રાંતિય શ્રમિક પરીવારે ગામડાના ખેડુત ની જમીન ભાગીદારીમા ખેડવા માટે રાખી સીમમા ખેતીકામે જોતરાયા બાદ ખેડુત શ્રમિક ખેતમજુર ને ગામડામા ખેતી ઉપરાંત અન્ય મજુરીકામ કરવા જોતરી રહ્યા હોવાથી તે કામ વેંઢારવા ખેતમજુરે ના પાડતા ઉશ્કેરાયેલા ખેડુત સહિત ગામડાના ચાર શખ્સોએ પરપ્રાંતિય ખેતમજુર ને તગેડી મુકવાની દાટી મારી બેફામ માર માર્યો હોવાની ટંંકારા પોલીસ મા ફરીયાદ નોંધાતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા ના ઘુનડા (સ) ગામે રહેતા ગામડાના હરેશ જગા પટેલ ને ત્યા મૂળ દાહોદ જીલ્લા ના સરદારભાઈ મખોડ નામના ખેતમજુર શ્રમિક ખેડુત સાથે ભાગીદારી મા ખેતી ખેડવાનુ કામ રાખી ખેતમજુર ભાગીયા તરીકે જોતરાઈ સીમ મા આવેલ ખેતરે જ પરીવાર સાથે રહેતા હતા. દરમિયાન ખેડુત હરેશ શ્રમિક સરદાર ને પોતાની ખેતી ઉપરાંત અન્ય મજુરીકામ કરવા જોતરતો હોવાથી શ્રમિકે ખેતીકામ સિવાય અન્ય કામ વેંઢારવા ની ના પાડતા ખેડુત ઉશ્કેરાયો હતો. અને મજુર ને તગડી મુકવા દાટી મારતા શ્રમિકે ખેતીકામ દરમિયાન વાવેતર અને ઉપજનો પોતાનો હિસ્સો માંગતા જમીન માલિક ખેડુત હરેશ તથા જીગા જસમત બંને ઉપરાંત બે અજાણ્યા શખ્સોએ એક સંપ કરી ગરીબ મજુર ને લાકડીઓ વડે બેફામ ફટકારી માર માર્યો હતો. બનાવ અંગે ભોગ બનનાર શ્રમિક ના નાનાભાઈ મડીયા પ્રતાપભાઈ મખોડે ચારેય શખ્સો વિરૂધ્ધ ટંંકારા પોલીસ મા જાતિ પ્રત્યે હડધુત કરી બેફામ વાણી વિલાસ કરી જાન થી મારી નાંખવાની ધમકી આપવા સબબ ગુન્હો નોંધાવતા પોલીસે એસ્ટ્રોસિટી એક્ટ અને ધાકધમકી માર મારવા સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


