ટંકારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણુંક.

Advertisement
Advertisement
ટંકારા તાલુકા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે હરબટીયાળી ના અશોક સંઘાણી ઉપર પસંદગી નો કળશ ઢોળાયો, કોંગ્રેસના કદાવર નેતા મહેશ રાજકોટીયા એ શુભેચ્છા અભિનંદન પાઠવ્યા.
આગામી કોર્પોરેશન અને નગરપાલિકા ની ચુંટણી અંગેની રણનીતિ નક્કી કરવા બાબતે મોરબી જીલ્લા કોંગ્રેસ પાર્ટી ની બેઠક મળી હતી. જેમા, સંગઠન મજબુત કરવા પર ભાર મુકાયો હતો. આ તકે, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા ની સુચનાથી મોરબી જીલ્લાના તમામ તાલુકા મા પ્રમુખો નિમવા માટે દરેક તાલુકા ખાતે કાર્યકરો સાથે મોરબી જીલ્લા કોંગ્રેસ ના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા એ બેઠકો યોજીને નવા સુકાની નિમવા ક્વાયત હાથ ધરી હતી. બેઠક બાદ ઈચ્છુક ઉમેદવારો અને બેઠક મા કાર્યકરો ની વ્યક્ત થયેલી લાગણી મોવડી મંડળ ને પહોંચાડી હતી. ફલશ્રુતિ રૂપે મોવડી મંડળે ટંકારા તાલુકાના પ્રમુખ તરીકે હરબટીયાળી ગામ ના સહકારી અગ્રણી અને જુના કોંગ્રેસી અશોકભાઈ સંઘાણી ઉપર કળશ ઢોળી નિમણુંક કરવામા આવી હતી. ઉપરાંત, મોરબી જીલ્લા ના અન્ય તાલુકાઓમા પણ પ્રમુખોની નિમણુંક કરવા મા આવી હતી. આ તકે, નવનિયુક્ત પ્રમુખ ને જીલ્લા કોંગ્રેસ ના અગ્રણી મહેશભાઈ રાજકોટીયા એ અભિનંદન શુભેચ્છા પાઠવ્યા હતા.