મિત ત્રિવેદી,ટંકારા.
ટંકારા શહેરની મધ્યે આશરે સાત સૈકા જુનુ નિલકંઠ મહાદેવ મંદિર આવેલુ છે. શિવાલયમા આવેલ શિવલીંગ સ્વયંભુ હોવાનુ અને જાણવા મળ્યા પ્રમાણે સાત સૈકા પૂર્વે ખોદકામ કરતા શિવલીંગ પ્રગટ થયા ની લોકવાયકા છે. કહેવાય છે કે, અગાઉ અહીંયા ખેતરાળ જમીન હોય શિવલીંગ જમીનમા થી નિકળતા જમીન માલિકે જમીન શિવ મંદિર સ્થાપવા જે તે સમયે છોડી દીધી હતી. સમય જતા આસ્થાળુઓએ મંદિર બાંધ્યુ હતુ. શિવમંદિરના નિર્માણ ના લગભગ બસો વર્ષ બાદ પડધરી તાલુકાના ઈંટાળા ગામે થી લક્ષ્મિનારાયણ ભગવાન ની અહીંયા પધરામણી થતા ધર્મ અનુરાગી સેવકો એ ભોળાનાથ ની લગોલગ લક્ષ્મીનારાયણ દેવ ને બિરાજમાન કર્યા હતા. ત્યારથી જ બંને દેવો નવિનીકરણ કરીને એક જ દેવાલય મા આજે પણ બિરાજમાન છે. શહેર ઉપરાંત સૌરાષ્ટ્ર, ગુજરાત ઉપરાંત મુંબઈ, કલકતા સહિતના અનેક પ્રાંત માથી અનેક શ્રધ્ધાળુઓ અહિયા આરાધના કરી શીશ ઝુકાવવા આવે છે. શ્રાવણમાસ દરમિયાન ભોલેનાથ ને રીઝવવા ભકતોની વિશેષ ભીડ ઉમટે છે.
ટંકારા શહેરની મધ્યે ભગવાન ભોળાનાથ નુ અતિ પ્રાચીન મંદિર આવેલુ છે. જે હાલમા,નિલકંઠ મહાદેવથી ઑળખાય છે. મંદિરમા આવેલ શિવલીંગ સ્વયંભુ હોવાનુ જણાવતા મંદિર ના મહંત નારણગીરી ગૌસ્વામી કહે છે કે, લગભગ ૭૦૦ વર્ષ પૂર્વે અહિયા ખુલી પડેલી જમીન મા ખોદકામ કરતી વખતે સ્વયંભુ શિવલીંગ પ્રગટ થયા હતા. જેથી જમીન માલિકે પોતાની જમીન મંદિરને અર્પણ કરી દિધી હતી. સમય વિતતા ભોળાનાથ મા શ્રધ્ધા ધરાવતા ભાવિકજનો ના યોગદાનથી અહીંયા પ્રારંભે નાનકડી દેરી બાદ શિવમંદિર બંધાયુ હતુ. ૭૦૦ વર્ષ પૂર્વે શિવ મંદિર બંધાયા બાદ લગભગ બસો વર્ષ પછી ૫૦૦ વર્ષ પૂર્વે અહીંયા પડધરી તાલુકાના ઈંટાળા ગામે ખેડુત ના ખેતરમા પ્રગટ થયેલા લક્ષ્મિનારાયણ ભગવાન ટંકારાના સુથાર પરીવારના મોભીના સ્વપ્નમા આવીને ટંકારામા સ્થાપના કરવાનુ કહેતા ઈંટાળા ગામથી બળદગાડા મા લાવીને નિલકંઠ મહાદેવની બાજુમા ધાર્મિક રીતે શાસ્ત્રોક્ત વિધિથી લક્ષ્મીનારાયણ દાદાને બિરાજમાન કરાયા હતા. સમય વિતતા આજે અહિંયા વિશાળ દેવાલય બન્યુ છે. હાલ ટંકારા નગરી મા લક્ષ્મિનારાયણ ગ્રામ દેવતા તરીકે પુજાય છે. આ મંદિર ની વિશેષતા એ છે કે, એક જ દેવાલય મા દેવાધિદેવ મહાદેવ અને ગ્રામ દેવતા બાજુ બાજુ મા બિરાજી રહ્યા છે. જેમા, મહાદેવ ની સેવાપુજા નારણગીરી ગોસ્વામી કરી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે તેમની સતરમી પેઢી મહાદેવની સેવા કરી રહી છે.જયારે લક્ષ્મિનારાયણ દાદા ની સેવા સુથાર પરીવાર ના હરેશ ભગત કરી રહ્યા છે. શહેરના તમામ ધર્મ પ્રેમીઓ પોતાના આંગણે આનંદ નો અવસર આવે ત્યારે અચુક દેવાલય મા શીશ ઝુકાવી સારા પ્રસંગો નિર્વિઘ્ને પાર પડે એટલે મનોમન મંજુરી લેવાની માન્યતા આજે પણ છે. આસ્થા ધરાવતા લોકો નગરમા ગ્રામ દેવ મંદિર ની શિખર ની ટોચે ફરકતી ધ્વજા થી ઉંચા મકાન આજે પણ બનાવતા નથી. અહીંયા શિવ ભક્તો અને ભાવિકજનો બારે માસ શિવ આરાધના કરે છે. શ્રાવણમાસ દરમિયાન ભાવિકો ની વિશેષ ભીડ જામે છે.શિવજી ના પરમ ભકત હરેશભાઈ ભાલોડીયા ના મતે ભોળાનાથ ખરા હ્યદય ની પ્રાર્થના ઝડપથી મંજુર કરતા હોવાનુ શ્રધ્ધા પુર્વક કહે છે.


