ચોરાઉ મો.સા. ખરીદી વેચાણ કરવાના કેસમા સંડોવાયેલા શખ્સનો જામીન પર છુટકારો.

Advertisement
Advertisement
ટંંકારા ના એડવોકેટ જ્યોતિ દુબરીયા એ સેશન્સ કોર્ટમાં ધારદાર દલિલો કરી આરોપીને જામીન મુક્ત કરાવ્યો.

ટંંકારા પોલીસ મથકમા ચોરાઉ મોટર સાયકલ સસ્તા મા ખરીદી ઉંચી કિંમતે વેંચવા ના ગુન્હા મા સંડોવાયેલા શખ્સે ટંકારાના વકીલ મારફત મોરબી સેસન્સ કોર્ટ સમક્ષ રેગ્યુલર જામીન પર મુક્ત થવા અરજી રજુ કરવામા આવતા અદાલતે બચાવ પક્ષના વકીલની દલીલો માન્ય રાખી રાજકોટ ના ઈસમને જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.
ટંંકારા પોલીસમા ચોરાઉ મોટર સાયકલ સબબ નોંધેલા ગુન્હા મા ચોરાઉ મો.સા. ખરીદનારા શખ્સ નુ નામ ખુલતા પોલીસે જુલાઈ -૨૫ મા નોંધાયેલી ફરીયાદ મા રાજકોટ નો જગમાલ કમા પરમારની ચોરીના મો.સા. સસ્તા મા ખરીદી ઉંચી કિંમતે વેંચાણ કરતા શખ્સને પકડી પાડી જેલ હવાલે કરવામા આવ્યો હતો. દરમિયાન જામીન મુક્ત થવા ચોરાઉ બાઈક વેંચતા આરોપી બનેલા જગમાલે ટંંકારા કોર્ટ મા જામીન અરજી કરતા કોર્ટે જામીન અરજી નામંજુર કરી હતી. બાદ મા રાજકોટ ના શખ્સે ટંકારા ના એડવોકેટ જ્યોતિબેન દુબરીયા અને મયુર પટેલ મારફત સેસન્સ કોર્ટમા જામીન અરજી રજુ કરતા અદાલતે આરોપી તરફેના વકીલ જ્યોતિ દુબરીયા ની આરોપી ની ગુનામા સીધી સંડોવણી ન હોય અને તેના પર લાગેલા આક્ષેપો હોય આરોપી ક્યાંય નાસી જાય એમ ન હોય તપાસમા જરૂર પડ્યે સહકાર આપવા સમંત હોવાની બચાવ પક્ષની ધારદાર દલીલોને કોર્ટે સ્વિકારી આરોપીને રૂપિયા ૫૦ હજાર ના જાત મુચરકા ઉપર રેગ્યુલર જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.