ટ્રીપલ સવારી બાઈકમા દર્શને જતા કાકા ભત્રીજા સહિતના ત્રણ ને આઈસરે લજાઈ પાસે ઠોકર મારતા કાકાનુ મોત નિપજયુ.

Advertisement
Advertisement
ટ્રીપલ સવારી બાઈકમા દર્શને જતા કાકા ભત્રીજા અને ફુઆ ને અકસ્માત નડયો…
માતાજી ના દર્શન કરવા મોટરસાયકલ પર જઈ રહેલા કાકા ભત્રીજા સહિત ત્રણેય ને આઈશર મેટાડોરે હડફેટે લેતા કાકાનુ સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. જ્યારે, અન્ય બે ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગે ટંંકારા પોલીસે ભત્રીજા ની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
અકસ્માત ના બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ચોટીલા ની નંદનવન સોસાયટીમા રહેતા કરણભાઈ ગુલાબભાઈ કટોસણીયાએ ટંંકારા પોલીસ મા નોંધાવેલી ફરીયાદ પ્રમાણે પોતે મોરબી પંથકમા ભંગાર લેવાની ફેરી કરી ગુજરાન ચલાવતા હોય ગત તા. ૧૭ મી એ રાબેતા મુજબ મોરબી વિસ્તારમા ધંધાર્થે નિકળ્યા હતા એ દરમિયાન તેઓના કચ્છ ના કુકમા ગામે રહેતા કાકા પ્રવિણભાઈ રાજાભાઈ એ મોબાઈલ ફોન દ્વારા માતાજી એ દર્શન કરવા જવાનુ હોવાથી પોતે કુકમા ગામે થી આવી રહ્યા ની જાણ કરતા તેઓ કાકા ભત્રીજા ઉપરાંત, વાંકાનેર રહેતા ફુઆ પ્રવિણભાઈ સહિતના ત્રણેય મોટરસાયકલ નંબર જીજે ૧૨ સીઈ ૦૪૫૧ ઉપર ટંંકારા હાઈવે પર પસાર થઈ રહ્યા હતા એ વખતે આઈશર જીજે ૩૬ ટી ૫૫૨૩ ના ચાલકે લજાઈ ચોકડી પાસે હડમતીયા રોડ પરથી આવતા આઈશર મેટાડોર નંબર જીજે ૩૬ ટી ૫૫૨૩ ના ચાલકે ઠોકર મારતા બાઈક સવાર ત્રણેય રોડ પર પટકાયા હતા. જેમા, કલ્પેશભાઈ ને ગંભીર ઈજા પહોંચી હોવાથી પ્રથમ તાત્કાલિક મોરબી સારવાર માટે ખસેડ્યા હતા બાદમા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. જ્યા સારવાર કારગત નિવડે એ પૂર્વે જ કાકા પ્રવિણભાઈ નુ મોત નિપજયુ હતુ. બનાવ અંગે મૃતકના ભત્રીજાએ ટંંકારા પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.