પ્રાદેશિક કમિશનરે રાજીનામુ સ્વિકારી લીધુ, જસદણના ચિફ ઓફિસર ને વધારાનો ચાર્જ સોંપણી કરાઈ…

ટંકારા નગરપાલિકા ના ચિફ ઓફિસર ઓચિંતા અને આકસ્મિક સંજોગોમા ચુપચાપ કચેરી છોડી જતા રહ્યા હોવાની ચર્ચા મંગળવારે દિવસભર ટોક ઓફ ધ ટાઉન બની હતી. સુત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે વિકાસ ની પિપુડી વચ્ચે પ્રજાને સવલતો આપવા માટે અપુરતા સ્ટાફ, સાધનો અને અપુરતા ભંડોળ સહિતના અનેક પ્રશ્ર્નો છેલ્લા ઘણા દિવસોથી ચિફ ઓફિસર ને અકળાવી રહ્યા હતા. આખરે કાર્યબોજ થી કંટાળી સોમવારે ચુપચાપ પ્રાદેશિક કમિશનર પાસે પહોંચી રૂબરૂ રાજીનામુ ધરી દીધા બાદ મંગળવારે બપોર સુધી કચેરીમા બેસી બપોર બાદ કોઈ ને કહ્યા વગર વતન તરફ પ્રયાણ કરી ચુક્યા હતા. જોકે, પ્રાદેશિક કમિશનરે રાજીનામુ સ્વિકારી લઈ જસદણના ચિફ ઓફિસર જોધપરા ને વધારાનો હવાલો સોંપવામા આવ્યો હતો.
ટંકારા શહેરમા મંગળવારે વાયુવેગે ફેલાયેલી ચર્ચા મુજબ બપોરે નગરપાલિકાના ચીફ ઓફિસર કોઈ ને જાણ કર્યા વગર કચેરી છોડીને રવાના થઈ ગયા હોવાની જાણવા મળેલ છે. પાલિકા કચેરીનો સ્ટાફ પણ અમલદાર ના રાજીનામા બે દિવસ ના રાજીનામા ના ડ્રામા થી અજાણ હતો. સુત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ચિફ ઓફિસર દિનેશભાઈ ડામોર ગુપચુપ રીતે સોમવારે સવારે રાજીનામા પત્ર લખીને મોકલીને મંગળવારે બપોરે રીશેષ બાદ ધીમેકથી કચેરી છોડી વતન તરફ રવાના થઈ ગયા હતા. નજીક ના સુત્રો દ્વારા જાણવા મળ્યા પ્રમાણે કાર્યબોજ થી ડામોર છેલ્લા ઘણા દિવસોથી સતત ટેન્શનમા રહેતા હતા. એકદમ સરળ અને શાંત સ્વભાવના કારણે તેઓ દરરોજ નિતનવા અનેક પ્રશ્ર્નો સામે આવતા હોય પરંતુ પાલિકા કક્ષાની કોઈ પ્રજાને સુખ સુવિધા આપી શકાય એવા સાધનો,મશીનો અને કચેરીમા પાલિકા પ્રમાણે મહેકમ સ્ટાફ, અપુરતા ભંડોળ ઉપરાંત, ખર્ચ કરવાની સતા ન હોવા સહિતના અનેક મુદ્દે એકલપંડે લડતા ડામોર ને ઉચ્ચ કક્ષાએથી યોગ્ય દાદ મળતી ન હોય ઉપરથી અગાઉ ગ્રામ પંચાયત હસ્તક ના પેધી ગયેલા કોન્ટ્રાક્ટ બેઝ ના કર્મચારીઓ ઉપર ઓફિસર તરીકે કામ લગામ ન હોવાથી કર્મચારીઓ ગાંઠતા ન હોવાથી કંટાળી રાજીનામુ ધરી દીધુ હતુ.વહીવટ ચલાવવા અમુક નિર્ણયો અમલદાર તરીકે સરકાર અને પ્રજાજનો બંને નુ હિત જળવાઈ એ રીતે વિવેકબુધ્ધિથી લેવા ના હોય છે. પરંતુ નિર્ણય શક્તિ ના અભાવે નિવૃત્તિ બાદ પ્રવૃત્ત રહેવા સ્વિકારેલી નોકરી અંતે દિનેશભાઈ ડામોરે છોડવી પડી હતી. જોકે, પ્રાદેશિક કમિશનર દ્વારા રાજીનામુ સ્વિકારી જસદણ ના ચિફ ઓફિસર મેહુલ જોધપરા ને વધારાનો ચાર્જ સોંપી દેવાયો હતો.


