બનાવની ટુકમાં હકીકત એવી છે કે તા. ૧૧/૪/૨૫ ના રોજ જીગ્નેશભાઈ હરેશભાઈ મકવાણા નાઓએ મોરબી બી ડીવી. પો. સ્ટે. માં કુલ ૧૧ ઈસમો સામે બી. એન. એસ. ની કલમ ૧૦૮, તથા ગુજરાત નાણા ઘીરઘાર ની કલમ ૪૦, ૪૨ અન્વયે ફરીયાદ આપેલી ફરીયાદી એ તેના મોટા ભાઈ નીલેશભાઈ હરેશભાઈ મકવાણા એ હીતેશ માર્કેટીંગ ની ઓફીસ માં આરોપીઓ ના દબાણ ના કારણે જંતુનાશક દવા પી અને પોતે આપઘાત કરતા સ્યુસાઈડ નોટ ના આઘારે આરોપી (૧) ભગીરથસિંહ જનકસિંહ જાડેજા (૨) હીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તથા અન્ય બીજા ઈસમો સામે ફરીયાદ આપેલી જેથી મોરબી બી ડીવી. પોલીસે આરોપી (૧) ભગીરથસિંહ જનકસિંહ જાડેજા (૨) હીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નાઓને અટક કરી નામ. કોર્ટમાં રજુ કરતા નામ. નીચેની અદાલતે જેલ હવાલે કરતા બંન્ને આરોપીઓએ મોરબી ના સીનીયર એડવોકેટ શ્રી મનીય પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત નામ. સેશન્સ કોર્ટમાં નામ. સેશન્સ જજશ્રી મીતલકુમાર રસીકભાઈ નાદપરા ની કોર્ટ માં રેગ્યુલર જામીન પર મુકત થવા જામીન અરજી કરતા નામદાર સેશન્સ કોર્ટે બંન્ને આરોપીઓને શરતોને આધીન રૂા. ૫૦૦૦૦/- ના રેગ્યુલર જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે આરોપીઓ પક્ષે વકીલ શ્રી મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા કુ. મેનાઝ એ. ૫૨માર ની દલીલો તથા નામ. ગુજ. હાઈકોર્ટ તથા નામ. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ તથા વકીલ શ્રી ઘારદાર રજુઆતો ધ્યાને લઈ સેશન્સ જજ શ્રી નાગપરા સાહેબે આરોપીઓને જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે.



