મોરબીના અપહરણ-બળાત્કારના કેશમાં મુખ્ય આરોપી સહીત તમામનો જામીન પર છુટકારો

Advertisement
Advertisement

ગત તા. ૬/૫/૨૫ ના રોજ ફરીયાદીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને એવી ફરીયાદ આપી હતી કે આ કામના આરોપી હર્ષદ મુકેશભાઈ ધોળકીયા રે.શક્ત શનાળા વાળાએ ફરીયાદીનું બળજબરીથી અપહરણ કરી લગ્ન કરવા છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની મરજી વિરૂધ્ધ અમદાવાદ, જામનગર, જુનાગઢ ખાતે અવાર નવાર શરીર સબંધ બાધી હર્ષદના માતા બીંદુબેન દાદી રતનબેન તેમના મોટા બાપુના દિકરા હરજીવન તમામ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ આપીઓએ એક બીજાને મદદ કરી તેવી ધોરણસર આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ આપેલ હતી. જેથી ફરીયાદના આધારે (1) હર્ષદ ઉર્ફે હસમુખ મુકેશભાઈ ધોળકીયા (૨) બીંદુબેન મુકેશભાઈ ધોળકીયા (૩) રતનબેન વીરજીભાઈ ધોળકીયા અને (૪) હરજીવન સુરેશભાઈ ધોળકીયાની પોલીસે અટક કરેલ ત્યારબાદ આરોપીઓ દ્વારા નામદાર સેસન્સ કોર્ટમાં તેમના વકીલ જે.આર.જાડેજા દ્વારા જામીન અરજી કરવામાં આવેલ જેથી આરોપીના વકીલની દલીલો સાંભળી નામદાર કોર્ટ દ્વારા જામીન અરજી મંજુર કરતા તમામ આરોપી જામીન પર મુક્ત થયેલ આ કામે આરોપીના વકીલ મોરબીના જીતેન્દ્રસિંહ આર.જાડેજા (જીતુભા) રોકાયેલ હતા.