પડઘો: ટંકારા ઓવરબ્રિજ નીચે ગરનાળુ સિમેન્ટથી મઢી પાકો રસ્તો કરાયો 

Advertisement
Advertisement
તંત્રની ભાટાઈ સામે Morbi live મા સમાચાર પ્રસિધ્ધ થતા ભાજપના અગ્રણીએ પાલિકા પાસે જન આરોગ્ય જોખમાઈ રહ્યા નુ સમજી લોકસેવક તરીકે મુદ્દો ઉઠાવી પાકો માર્ગ કરાવી પ્રશ્ર્ન ઉકેલતા લોકો એ સાચા જનપ્રતિનિધી ની કામગીરી ને બિરદાવી પ્રસંશા ના ફુલ વેર્યા હતા.
ટંકારામા મોસમના વરસાદથી હાઈવે પર બનાવાયેલ ઓવરબ્રિજ નીચે બનાવાયેલ ગરનાળામા પાણી ભરાઈ જતા તળાવમા ફેરવાયેલુ નાળુ રોગચાળો નોતરશે એવી અગમચેતી ના સચિત્ર અહેવાલ ગત તા. ૧૯ મી જુને Morbi live મા પ્રસિધ્ધ કરી તાકીદે સફાઈ કરી દવા છંટકાવ કરવા અને ગરનાળા ને સિમેન્ટ થી પેવર કરી સર્વિસ રોડ થી લેવલ ઉંચુ લેવા ગંદકી ખુંદતા રાહદારીઓની વેદના ને વાંચા આપી તંત્ર ને ઢંઢોળતા પ્રયાસ કરતા સ્થાનિક ભાજપના યુવા અગ્રણી ભાવિન સેજપાલે વાજબી મુદ્દે તંત્ર સાથે પરામર્શ કરી નાળુ પેવર કરાવીને સાચા લોકસેવક તરીકે પ્રસંશનીય કામગીરી કરી હતી. જેની પ્રસંશા થઈ રહી છે.
વિકાસ કામો ની પિપુડી વગાડતા શાસકો અને જવાબદાર તંત્ર નો કાન આમળી ગત તા. ૨૦ મી જુને Morbi live એ પ્રજાની વેદના ઉજાગર કરી શહેર મધ્યે થી પસાર થતા હાઈવે ઉપર આવેલા ઓવરબ્રિજ નીચે બનાવાયેલા ગરનાળા મા વરસાદી પાણીના ખાબોચીયા ભરાઈ જતા તંત્ર જ રોગચાળો નોતરશે એવા સચિત્ર અહેવાલ પ્રસિધ્ધ કરી લોકોની વેદના ને વાંચા આપી હતી. જેને પગલે ભાજપના સ્થાનિક યુવા અગ્રણી ભાવિન સેજપાલે અહેવાલ ની ગંભીરતા સમજી હતી અને હાઈવે ની બંને સાઈડ રહેણાંક ધંધા ફેલાયેલા હોવાથી ઓવરબ્રિજ નીચે રાહદારીઓ અને વાહનચાલકો ને પસાર થવુ દુષ્કર હોવાનુ તંત્ર સમક્ષ રજુઆત વાજબી હોવાનો મુદ્દો ઉઠાવી તંત્રને તાકિદે ગરનાળામા સિમેન્ટ પાથરી રોડ પાકો કરવા અને નિરાકરણ લાવવા પાલિકા સાથે સંકલન કરી ઓવરબ્રિજ નીચે બનેલા ગરનાળા મા વરસાદી પાણીનો નિકાલ કરાવી ગરનાળુ પાકુ કરવાની કામગીરી હાથ ધરાવી હતી. અને રોડ બન્યો ત્યા સુધી સાચા લોકસેવક તરીકે જાતે ખડા પગે ઉભા રહી લોકોનો પ્રશ્ર્ન ઉકેલી સાચા લોકસેવક તરીકે પ્રસંશનીય કામગીરી કરી હતી.જેની પ્રસંશા થઈ રહી છે.