હરબટીયાળી ગામે બે કૌટુંબિક પરીવારો વચ્ચે ખેતીની પાઈપલાઈન મુદ્દે ડખ્ખો, સામસામે લાકડીઓ ફટકારી.

Advertisement
Advertisement
ટંકારાના હરબટીયાળી ગામે સીમમા ખેતીની જમીનમાથી પિયત માટે ની પાણીની પાઈપલાઈન મુદ્દે બે કૌટુંબિક પરીવારો વચ્ચે થયેલી બબાલ હાથાપાઈ મા પરીણામ્યા બાદ મામલો ટંકારા પોલીસમા પહોંચ્યો હતો. અને બંને પક્ષે થી સામસામે પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
હાલ રાજકોટ રહેતા ટંકારા તાલુકાના હરબટીયાળીના કીર્તિભાઈ ટપુભાઈ સંઘાણીએ ટંકારા પોલીસમા નોંધાવેલી ફરીયાદ પ્રમાણે તેઓના કૌટુંબિક ભાઈ ખુશાલ જેઠા સંઘાણી ની ગામડાની સીમમા ખેતીની જમીન આવેલી હોય એમના ખેતરમા પહોંચતી પાઈપલાઈન ગામડાના સ્થાનિક પંકજ ખીમજી સંઘાણી ઉપરાંત, તેમના ભાઈ રજનીકાંત અને કલ્પેશ સહિતનાઓ એકસંપ કરી જમીનમાથી પાઈપલાઈન ખોદીને ઉખેડતા હોવાથી ખુશાલ અને તેના કૌટુંબિક ભાઈ નૌતમ સાથે સીમમા ડખ્ખો કરી બબાલ કરી રહ્યા હોવાથી પોતે વચ્ચે પડતા સામેવાળા ત્રણેય ભાઈઓએ એકસંપ કરી હાથાપાઈ કરી પથ્થરો અને લાકડીઓ ફટકારી જાનથી મારી નાખવાની દાટી મારી હોવાની ફરીયાદ નોંધાવી હતી. જ્યારે, સામેપક્ષે થી હાલ રાજકોટ રહેતા હરબટીયાળીના રજનીકાંત ખીમજી સંઘાણી એ પોલીસ નોંધાવેલી વળતી ફરીયાદ મા જણાવ્યા પ્રમાણે ખુશાલ જેઠાભાઈ સંઘાણી, નૌતમ ટપુભાઈ સંઘાણી અને કીર્તિ ટપુભાઈ સંઘાણીએ સીમમા આવેલ ખેતરે જઈ રહેલા પંકજ ને ખેતરમાંથી પસાર થતી પાણીની પાઈપલાઈન કાઢવા મુદ્દે બોલાચાલી કર્યા બાદ બેફામ ગાળો ભાંડી લાકડી થી હુમલો કરી ત્રણેયે માર માર્યો હતો. પોલીસે બંને પક્ષોની ફરીયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.