ગત ૨૧ મી એ રાજકોટ ની આંગડીયા પેઢીની કાર આંતરી ૯૦ લાખ ની લુંટ ચલાવાઈ હતી.

ગત તા. ૨૧ મી એ સાંજે રાજકોટ થી મોરબી આંગડીયા પેઢીના માલિક રોડ માર્ગે હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા વખતે ટંકારા પાસે આંગડીયા કાર સાથે અકસ્માત સર્જી ખજુરા હોટલના ગ્રાઉન્ડમા જ આંગડીયા પેઢીની કાર માથી છરી, લાકડાના ધોકા સાથે રોકડા રૂપિયા ૯૦ લાખ ની દિલધડક લુંટ ચલાવી નાસી છુટેલા લુંટારા પૈકીના બે જામનગર હાઈવે પર ટંકારાના હિરાપર ગામ પાસેથી ઝડપાઈ જતા બંને શખ્સોએ રીમાન્ડ દરમિયાન સ્થાનિક કારખાનેદાર શખ્સે આશરો આપ્યો હોવાની કબુલાત આપતા પોલીસે લુંટ મા મદદ કરનારા કારખાનેદાર ની ધરપકડ કરતા પંથકમા ખળભળાટ મચ્યો હતો.
મૂળ ગોંડલ તાલુકાના અનિડાના હાલ રાજકોટ રહેતા અને આંગડીયા પેઢી ચલાવતા નિલેષ મનસુખ ભાલોડી તથા જયસુખભાઈ સુંદરજીભાઈ ફેફર નામના બંને ઈસમો ગત તા ૨૧ મી એ રાજકોટ થી મોરબી પેઢી ના રોકડા રૂપિયા ના વ્યવહાર પતાવવા XUV-300 નં-GJ-03-NK-3502 મા હાઈવે પર પસાર થઈ રહ્યા હતા એ વખતે બલેનો તથા પોલો કારે હાઈવે પર પીછો કરી xuv ને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત થતા આંગડીયા ની કાર ટંંકારા પાસે આવેલી ખજુરા હોટલ મા ઘુસી ગઈ હતી. જોકે, બીજી અન્ય કાર મા ધસી આવેલા લુંટારાઓએ હોટલ ના પ્રાંગણમાથી છરી, લાકડાના ધોકા, પાઈપ જેવા હથિયાર સાથે નજર સામે આંગડીયા ની કાર માથી રોકડ ભરેલા બે થેલા લઈ નાસી જઈ રૂપિયા ૯૦ લાખ ની હિંમતભેર લુંટ ને અંજામ આપી જામનગર હાઈવે તરફ નાસી છુટ્યા હતા. જોકે, તાબડતોબ બનાવની જાણ પોલીસને થતા પોલીસે ચો તરફ નાકાબંધી કરી ઘેરો ઘાલતા હિરાપર ગામ પાસેથી લુંટ ના સાત પૈકી ખેતરમા દોડી ભાગી રહેલા ભરવાડ અભિ લાલા અલગોતર અને અભિજીત ભાવેશ ભાર્ગવ ભાવનગર ના બે આરોપી પોલીસ ના હાથે ઝડપાઈ ગયા હતા. બંને શખ્સોના કબજામાંથી રૂપિયા ૭૨ લાખ ૫૦ હજાર કબજે કરાયા હતા. પોલીસ હિરાસતમાં રહેલા બંને આરોપીઓએ રીમાન્ડ દરમિયાન લુંટ મા સંડોવાયેલા હિતેશ પાંચા ચાવડા,
નિકુલ કાના અલગોતર, દર્શિલ ભરવાડ, કાનો આહિર સહિતના લુંટ મા સામેલ હોવાની કબુલાત આપી જણાવ્યુ હતુ કે, લુંટ ના મુખ્ય સુત્રધાર હીતેષ ચાવડાએ સુરત ના અલ્પેશ સાથે લુંટનો પ્લાન ઘડ્યો હતો. અને અલ્પેશે ટંકારા તાલુકાના લતીપર રોડ પર જબલપુર ગામ ના પાટીયા નજીક આવેલ બાલાજી કોઇર પ્રોડકટ નામના કારખાનુ ચલાવતા દિગ્વીજય પટેલ નો સંપર્ક કરીને લુંટ ના બધા આરોપીઓને ટંકારાના કારખાને તેડાવી અહીંયા જ પ્લાન ઘડી અંજામ આપવાનો તખ્તો ગોઠવાયો હતો. અને દિગ્વિજય ખુદ રેકી કરી પ્લાન મુજબ રાજકોટની બેડી ચોકડી પાસે વોચ મા ગોઠવાયો હતો. અને જેવી આંગડીયા પેઢીની કાર પસાર થઈ કે તરત અલ્પેશ ને મોબાઈલ થી જાણ કરતા અલ્પેશે લુંટ કરવા છતર ગામ નજીક હાઈવે પર અગાઉ થી ઉભેલા આરોપીઓ ને સંકેત આપતા લુંટ ને અંજામ અપાયાનુ ડીકલેર થતા પોલીસે ટંકારા તાલુકાના લખધીરગઢ ગામના બત્રીસ વર્ષિય બાલાજી પ્રોડક્ટ નામનુ કારખાનુ ચલાવતા પટેલ દિગ્વિજય અમરસી ઢેઢી ને હિરાસતમા લઈ પોલીસે તેના રીમાન્ડ મેળવી વધુ અંકોડા મેળવવા તજવીજ હાથ ધરી હતી.
—–++++++—————++++++—————-+++++————-
સ્થાનિક કારખાનેદારે લુંટારાઓની મહેમાન નવાજી કરી હતી.
—————————————————————————————-
આંગડીયા પેઢીને લુંટી રાતોરાત માલદાર થવા માટે મોટો હાથ મારવાનો પ્લાન ઘડી આયોજન પાર પાડતા પૂર્વે ટંકારા નજીક ના દિગ્વિજય ઢેઢી ના કારખાને જ અગાઉથી લુંટારા આવી ગયા હતા. અહીંયા લુંટ ને અંજામ આપનારા સાતેય આરોપી ઓને રહેવા, જમવા અને આરામ કરવા સહિતની તમામ સગવડો દિગ્વિજયે કરી આપી હતી અને પોતે જ રેકી કરી આગોતરા રાજકોટ ની બેડી ચોકડીએ આંગડીયા કાર ની રાહ મા ગોઠવાયો હતો. અને લુંટ કરવા પ્લાન મુજબ સંકેત આપી લુંટ ને અંજામ આપ્યો હતો.