કોર્પોરેશન હેઠળના સનાળા મા આખલા નો આંતક રોજીંદો બન્યો છે.

મોરબી બાયપાસ નજીક હાઈવે કાંઠે આવેલા સકત શનાળા ગામે આખલા એ આંતક મચાવી વયોવૃધ્ધ નિવૃત્ત શિક્ષક ને હડફેટે લઈ શિંગડેથી ફંગોળતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. જાણવા મળ્યા પ્રમાણે આખલા એ વૃધ્ધ ને હડફેટે લીધા બાદ બે મહિલા સહિત પાંચ ને નાની મોટી ઈજા પહોંચાડી હતી. અહીંયા ના રહીશોએ બળાપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અહીંયા આખલાઓ કાયમ અડીંગો જમાવી પડયા પાથર્યા રહેતા હોય ઢોર ડબ્બે નહીં પુરાઈ તો જાનહાની થવાની શક્યતા રહેલી છે.
મોરબી બાયપાસ રોડ પર આવેલા શકત સનાળા ગામે નવા વિકસેલા ઉમીયાનગર વિસ્તારમા અનેક રેસીડેન્સી વિકસી હોય લોકોની સતત અવરજવર રહે છે. અહીંયા આખલાઓ નુ આશ્રયસ્થાન બન્યુ હોય લગભગ કાયમ આખલા બાખડી ભય નો માહોલ ઉભો કરે છે. બે દિવસ પૂર્વે મોરબી મહાનગરપાલિકા હેઠળના સનાળા ના નવ વિકસિત વિસ્તારમા ઉમીયાનગર સોસાયટીના દેવશ્રી એપાર્ટમેન્ટ પાછળ રહેતા પંચોતેર વર્ષિય નિવૃત શિક્ષક ચિમનભાઈ જાની નામના વૃધ્ધ ને બાખડતા આખલા ઓએ હડફેટે લઈ વારંવાર શિંગડા મારી રોડ પર પટકતા ગંભીર રીતે ઘવાયા હતા. બનાવ અંગે માહિતી આપતા એ વિસ્તારના અતુલભાઈ જોષી ના જણાવ્યા પ્રમાણે ખુંટીયાઓએ વયોવૃધ્ધ નિવૃત્ત શિક્ષક સિવાય બે મહિલા સહિત પાંચ ને હડફેટે લઈ ઈજા પહોંચાડી હતી. અહીંયા ખુંટીયા ઓ અડીંગો જમાવી પડયા રહેતા હોય કોર્પોરેશન તાકિદે યોગ્ય પગલા નહીં લ્યે તો કદાચ જાનહાની થવાની દહેશત રહીશો વ્યક્ત કરી રહ્યા છે.