મિતાણા હાઈવે પર આવેલા પેટ્રોલપંપ ના ખુલ્લા પટાંગણના પાર્કિંગ માથી મધરાતે કાર બઠાવી જનારા રાજસ્થાનના વાહન ચોર વિરૂધ્ધ રાજસ્થાન સહિત ગુજરાતમા ૨૫ વાહનચોરી ના ગુન્હા દાખલ થયેલા છે.

પખવાડીયા પૂર્વે ટંકારા ના રાજકોટ હાઈવે પર આવેલા મીતાણા ગામ નજીક આવેલ પેટ્રોલપંપના ખુલ્લા પાર્કિગ મા રાજકોટ ના યુવાને પાર્ક કરેલી બલેનો કાર અને કાર મા રાખેલ પર્સ મા પડેલ રોકડ રકમ, મોબાઈલ અને અગત્ય ના ડોક્યુમેન્ટ સહિત ના મુદ્દામાલ ચોરી નો રાજસ્થાન નો રીઢા તસ્કર ને મોરબી એલસીબી ટીમે કાર સહિત રૂપિયા ૬.૩૫ લાખ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. ઝડપાયેલ રીઢા તસ્કર વિરૂધ્ધ રાજસ્થાન રાજ્યમા ૨૫ જેટલા ગુના નોંધાયા હોવાનુ જાણવા મળેલ છે.

ગત તા. ૨૨ મી એપ્રિલે ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે પર આવેલા મીતાણા ગામ નજીક હાઈવે પર આવેલા પેટ્રોલપંપ ના ખુલ્લા પાર્કિંગ મા પાર્ક કરેલી બલેનો કાર નંબર જીજે ૩૬ એએફ ૭૨૬૧ કોઈ ઉઠાવગીર નિશાચર ચોરી કરી ગયાની રાવ કાર માલિક રાજકોટ રહેતા અંબરીષ હેમરાજ ભિમાણી એ ટંકારા પોલીસમા કાર ઉપરાંત કારમા રાખેલ રોકડા રૂપિયા ૨૫ હજાર, મોબાઈલ અને અગત્યના ડોક્યુમેન્ટ ચોરી થયા ની ચોરી થયા સબબ ફરીયાદ નોંધાવી હતી. ચોરીની ફરીયાદ ની તપાસ મા જોડાયેલી મોરબી જીલ્લા એલસીબી ને પાકી બાતમી મળી હતી કે, કાર ચોરી ને અંજામ આપનારો તસ્કર રાજસ્થાન નો હોવાનુ અને હાલ રાજસ્થાન ના રાજસમદ જીલ્લાના ભીમ ખાતે હોવાની મળતા જીલ્લા ક્રાઈમ બ્રાન્ચની ટીમ રાજસ્થાન પહોંચી બાતમી વાળા ઠેકાણે ખાબકી કાર ચોરનારા તસ્કર રાજસ્થાન રાજ્યના પાલી જીલ્લા ના સોજત તાલુકાના ખોડીયા ગામના રહેવાસી વિજયસિંહ રામસિંહ રાવત ને ચોરીની કાર ઉપરાંત, રોકડ રકમ સહિતના રૂપિયા ૬,૩૫ લાખ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. એલસીબી પોલીસ ઈન્સ્પેકટર એમ.પી. પંડ્યા, પીએસઆઈ પરમાર, બી.ડી.ભટ્ટ સહિતનાએ પરપ્રાંત થી ઝડપેલા તસ્કર વિરૂધ્ધ રાજસ્થાનના બ્યાવર, અજમેર, જેતારણ, પાલી, બગડી, સોજત, પાલે સીટી, સિરોહી, ભિલવાડા, રાજસમદ ઉપરાંત, ગુજરાત ના હિંમતનગર સહિત ૨૫ સેન્ટર પર વાહનચોરી ના ગુન્હા નોંધાયા હોવાનુ અને વાહનચોરી કર્યા બાદ નંબર પ્લેટ ઉખેડી રાજસ્થાન ના બુટલેગરોને સસ્તા ભાવે વેંચી મોજશોખ અને વ્યસન મા ઉડાવી દેતો હોવાની પોલીસ સમક્ષ કબુલાત આપી હતી.