ટંકારા: સ્પા સંચાલકને દુકાનો ભાડે આપી પોલીસ ને જાણ ન કરાતા દુકાન માલિક સામે ગુન્હો નોંધાયો.

Advertisement
Advertisement

 

ટંકારા હાઈવે પર ઓવરબ્રિજ ના છેડે રાજકોટ તરફ જતા નવા બનેલા ઓમ કોમ્પ્લેક્ષ ના બીજા માળે દુકાન નં -૨૦૫ થી ૨૦૯ ના દુકાનદારે સ્પાના સંચાલક ને દુકાનો ભાડે આપ્યા બાદ સરકાર ના ગૃહ વિભાગના નિયત નિયમોનુ પાલન કરી ભાડા કરાર સ્થાનિક પોલીસ મથકમા જમા કરાવી પોલીસ ને જાણ કરી ન હોવાથી ટંકારા પોલીસે દુકાનદાર માલિક સામે જાહેરનામા ભંગ સબબ કાયદેસર પગલા લઈ કાર્યવાહી કરી હતી.

મળતી માહિતી મુજબ ટંકારા પોલીસે કાયદો વ્યવસ્થા જાળવવા ના ભાગ રૂપે કાર્યવાહી હાથ ધરીને ટંકારા હાઈવે પર ઓવરબ્રિજ ના છેડે રાજકોટ તરફ નવા બનેલા ઓમ કોમ્પલેક્ષ ના બીજા માળે આવેલા સ્પા સંચાલકની પુછપરછ કરતા તેઓએ દુકાન નં ૨૦૫ થી ૨૦૯ ભાડે રાખી હોવાનુ જણાવતા દુકાન માલિક લક્ષ્મીનારાયણ સોસાયટીમા રહેતા નવઘણ વજાભાઈ ઝાપડા સામે ભાડા કરાર પોલીસ સ્ટેશન મા જમા કરાવી પોલીસ ને જાણ કરેલ ન હોવાથી જાહેરનામા ભંગ સબબ ગુન્હો દાખલ કરી જીલ્લા મેજીસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરી હતી.