
ટંકારાના લજાઈ ગામે આવેલ જીઆઈડીસી વિસ્તારમા આવેલ સાર્થક પોલીક્લાસ ફેક્ટરી નજીક કુવામા ઝંપલાવી કારખાનેદાર યુવાને આપઘાત કરી લીધો હોવાની પોલીસને જાણ થતા ટંકારા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી. જોકે, આત્મહત્યા પાછળ પ્રેમપ્રકરણે મોત ની સોડ તાણી લીધી હોવાનુ જાણવા મળેલ છે.
ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલા ઔધોગિક એકમમા સાર્થક પોલીકલાસ નામે કારખાનુ ધરાવતા મૂળ પંથકના જ અને હાલ મોરબી રહેતા ચોત્રીસ વર્ષિય મહેશ મગન પાડલીયા કારખાના નજીક આવેલા પાણી ભરેલ કુવામા ડુબી જતા મોત નિપજયુ હોવાની કારખાના ના અન્ય ભાગીદાર કેતન અમૃતલાલ ફેફરે ટંકારા પોલીસને જાણ કરતા પોલીસ તાબડતોબ સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમા, યુવકે કુવા મા ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનુ બહાર આવ્યુ હતુ. જોકે, બનાવ અંગે પ્રાથમિક તબક્કે ભાગીદારી મા કારખાનુ ધરાવતા મૃતક યુવાન ને કારખાનામા મજુરીકામ કરતી પરપ્રાંતિય યુવતી સાથે સુંવાળા સબંધો બંધાયા બાદ બંને પાત્રો ને એક થવા માટે સામાજીક ડર સતાવતો હોય અને એકમેકના એકીકાર મા અનેક પ્રશ્ર્નો ઉભા થવાના ડરે બંને કારખાને થી નિકળી એકી સાથે કુવામા ઝંપલાવ્યુ હતુ. પરંતુ સદનસીબે યુવતી બચી ગયાનુ અને યુવકે જીવ ગુમાવ્યો હોવાનુ જાણવા મળેલ હતુ.