ટંકારામા સર્વ સમાજ સાથે ડો.‌ આંબેડકર ની ૧૩૪ મી જન્મજયંતિ ઉજવાઈ.

Advertisement
Advertisement
રાજમાર્ગો પર યોજાયેલી શોભાયાત્રા નુ ઠેર ઠેર સ્વાગત કરાયુ.
ટંકારા ખાતે તાલુકાના અનુસુચિત સમાજ દ્વારા સર્વ સમાજ ને સાથે રાખી બંધારણ ના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકર ની ૧૩૪ મી જન્મ જયંતી ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામા આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ ગૌતમ બુધ્ધ તથા બાબાસાહેબના ફોટા ને પુષ્પ હાર, દિપ પ્રાગટય થી ઉજવણી નો પ્રારંભ કરાયો હતો. આ વેળાએ શહેરના રાજમાર્ગો પર શોભાયાત્રા યોજવામા આવી હતી.
ટંકારા ખાતે નવા નિર્માણ થયેલા ડો.‌આબેડકર ભવન ખાતે શિક્ષણ અને સંસ્કાર ના હિમાયતી બાબાસાહેબ ની ૧૩૪ મી જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી હતી. જેમા, સર્વ સમાજ ને આમંત્રણ પાઠવતા તમામ વર્ગના લોકો સ્વૈચ્છિક રીતે જોડાતા વાતાવરણમા એકતા અને એખલાસ ભર્યુ સુમેળ શાંતિ જોવા મળી હતી. અહીંયા સ્થળ પર કાર્યક્રમ ના આરંભે ફ્રી આર્યુવેદિક ઉપચાર અને સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામા આવ્યો હતો. ડો.ભીમરાવ સાહેબ ના જીવન ના આદર્શો અને ઉચ્ચ વિચારોનુ મહત્વ અને બાબાસાહેબ ના જીવનના આદર્શો વાગોળીને આંબેડકર ભવનના નિર્માણ આર્થિક યોગદાન આપનારા દાતાઓ ને સન્માનિત કરાયા હતા. શહેરના રાજમાર્ગો ઉપર આંબેડકર ની ગાથા રજુ કરતી ભવ્ય રેલી (શોભાયાત્રા) યોજવામા આવી હતી. શોભાયાત્રા રૂટ પર કોંગ્રેસ પક્ષ ઉપરાંત ઠેર ઠેર છાસ, ઠંડા પાણી, સરબત સહિતની શહેરીજનો દ્વારા સ્વૈચ્છિક વ્યવસ્થા કરીને જાતિવાદ ને સ્વૈચ્છિક ધિક્કારી એકતા ના દર્શન કરાવ્યા હતા. આ તકે, દયાનંદ ચોક ખાતે નગરપાલિકા ભવનમા બુધ્ધ પ્રતિમા ને વંદના કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ મા સ્થાનિક ધારાસભ્ય સહિતના રાજકીય અને સામાજીક અગ્રણીઓ જોડાયા હતા. અંતમા મૈત્રી ભોજન નુ આયોજન કરાયુ હતુ.