પથિક સોફ્ટવેર મા એન્ટ્રી ન કરવા બદલ ટંંકારાના કનૈયા હોટલ સામે જાહેરનામા ભંગ નો ગુન્હો દર્જ થયો.

Advertisement
Advertisement
ટંકારા પોલીસે ગેસ્ટ હાઉસ ચેકિંગ અંગે ડ્રાઈવ કરી ટંકારા હાઈવે કાંઠે લતીપર ચોકડી પાસે આવેલ ગેસ્ટ હાઉસ મા રોકાણ અર્થે આવતા ગ્રાહકોની એન્ટ્રી પથિક સોફ્ટવેર મા ન કરેલ હોવાથી ટંકારા પોલીસે કલેકટર ના જાહેરનામા ભંગ નો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળેલી વિગત અનુસાર ટંકારા પોલીસે ટંકારામા ગેસ્ટ હાઉસ ના ચેકિંગ માટે ઓચિંતા ડ્રાઈવ કરી ટંકારા લતીપર ચોકડી નજીક બીજા માળે આવેલ કનૈયા ગેસ્ટ હાઉસની તપાસ કરી અહીંયા રોકાણ અર્થે આવતા ગ્રાહકોની એન્ટ્રી ચકાસણી કરતા ગેસ્ટ હાઉસ સંચાલક કમ માલિક ભરવાડ હઠા રઘુભાઈ ઝાપડા એ રજીસ્ટર મા ગ્રાહકોની નોંધ કરી હતી. પરંતુ સરકાર ની ગાઈડ લાઈન થી મોરબી જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરી ગેસ્ટ હાઉસ સંચાલકોએ ફરજીયાત પથીક સોફ્ટવેરનો ઉપયોગ કરી સોફ્ટવેર મા એન્ટ્રી કરવાની સુચના જાહેર કરી હોવા છતા ગેસ્ટ હાઉસ મા આવેલ ગ્રાહકો ની એન્ટ્રી પથિક સોફ્ટવેર મા કરેલ ન હોવાથી કનૈયા ગેસ્ટ હાઉસના સંચાલક ટંકારા ના જીવાપરા શેરીમા રહેતા હઠા ભરવાડ વિરૂધ્ધ જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા નો ભંગ કરવા બદલ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.