જીપીએસસી મુલકી સેવા વર્ગ ૧/૨ ની સ્પર્ધાત્મક પરીક્ષા માં મોરબીના સરકારી પ્રાથમિક શિક્ષક ભરત બાલાસરા ની જ્વલંત સફળતા. સ્ટેટ ટેક્સ ઓફિસર તરીકે પસંદગી. મોરબીની ત્રાજપર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભરત બાલાસરા એ ખૂબ અઘરી ગણાતી જીપીએસસી મુલકી સેવા વર્ગ ૧/૨ ની પરીક્ષા સમગ્ર ગુજરાત રાજ્યમાં ૪૬ માં ક્રમે પાસ કરી સ્ટેટ ટેક્સ ઓફિસર તરીકે પસંદગી પામતા સમગ્ર શિક્ષણ ક્ષેત્ર નું અને પરિવાર નું ગૌરવ વધાર્યું છે. તેઓને સગા સંબંધીઓ, શિક્ષકો, મિત્ર વર્તુળ તરફ થી અધિકારી બનવા બદલ અભિનંદનની વર્ષા થઈ રહી છે.