મોરબી શહેરમાં આવતા હેવી ટ્રાન્સમીટર ફરતે ગ્રીલ અને ખુલ્લી પેટીમાં ઢાંકણા લગાવવા કોંગ્રેસની માંગ

Advertisement
Advertisement

મોરબી શહેરમાં આવેલ હેવી ટ્રાન્સમીટરની ફરતે લોખંડની ગ્રીલ લગાવવામાં આવે અને ખુલ્લી ફ્યુઝ પેટીમાં ઢાંકણા લગાવવામાં આવે જેથી કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે મોરબી શહેર પીજીવીસીએલના ડેપ્યુટી ઈજનેરને મોરબી શહેર કોંગ્રેસ સંગઠન મંત્રી દ્વારા લેખિત રજૂઆત કરી માંગ કરી છે.

મોરબી શહેર કોંગ્રેસ સંગઠન મંત્રી સુરપાલસિંહ જાડેજા દ્વારા મોરબી શહેર પીજીવીસીએલના ડેપ્યુટી ઈજનેરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે મોરબી શહેરમાં પી.જી.વી.સી.એલ કંપની દ્વારા હેવી ટ્રાન્સમીટરો લગાવવામાં આવેલ છે તેમજ અમુક જગ્યાએ ફ્યુઝની પેટીઓ ખુલી છે જે શેરીમાં રમતા બાળકો તેમજ શહેરમાં રખડતા ઢોર તેમજ અન્ય જીવો માટે જોખમકારક છે. જેથી આ હેવી ટ્રાન્સમીટરની ફરતે લોખંડની ગ્રીલ લગાવવી તેમજ ખુલ્લી ફ્યુઝની પેટીમાં ઢાંકણા લગાવી આપવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેથી આ હેવી ટ્રાન્સમીટરની ફરતે લોખંડની ગ્રીલ લગાવવામાં આવે અને ફ્યુઝની ખુલ્લી પેટીમાં ઢાંકણા લગાવવા માંગ કરી છે.