મોરબીના લાતી પ્લોટમાંથી વિદેશી દારૂની 12 બોટલો સાથે બે ઝડપાયાં

Advertisement
Advertisement

મોરબી શહેરમાં દારૂબંધી ખાલી નામની જોવા મળી રહી છે ત્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નં -૦૨ માં મોમાઈ પ્લાસ્ટિક કારખાનામાંથી વિદેશી દારૂની ૧૨ બોટલો સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના લાતી પ્લોટ શેરી નં -૦૨ માં મોમાઈ પ્લાસ્ટિક કારખાનામાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૧૨ કિં રૂ. ૩૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી ધર્મેશભાઇ અનિલભાઇ મુજારીયા (ઉ.વ.૩૩) રહે.મોરબી શકતશનાળા સાંઇબાબાના મંદીર પાસે તથા સાગરભાઇ ગૌસ્વામી રહે. વાવડી રોડ મોરબીવાળાને પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.