ગામડાના રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી લોહી ની જરૂરીયાત ધરાવતા દર્દીઓ પ્રત્યે હમદર્દી બતાવી

ટંકારા તાલુકાના સાવડી ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડીડીઓ જે.એસ.પ્રજાપતિ,જીલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહ ના માર્ગદર્શન હેઠળ બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા, રક્તદાતાઓના સ્વૈચ્છિક લોહી દાન થકી ૧૦૪ યુનિટ એકત્ર થયુ હોવાનુ આરોગ્ય ટીમે જણાવ્યુ હતુ.
ટંકારા તાલુકાના સાવડી પીએચસી ખાતે જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમા ગામડાના સરપંચ ઉપરાંત, એપેડેમીક ડો.દિપક બાવરવા, તલાટી અને ગામડાના આગેવાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરીને આ કેમ્પ નો પ્રારંભ કરવામા આવ્યો હતો. બ્લડ ની જરૂરીયાત ધરાવતા દર્દીઓ માટે યોજાયેલ બ્લડ કેમ્પમા રક્તદાન ના હકારાત્મક વિચારો સાથે લોકોને બહોળી માત્રામા રક્તદાન કરવા અનુરોધ કરાયો હતો.રકતદાન કેમ્પમા સાવડી ઉપરાંત, નજીકના ગામડાના અનેક રક્તદાતા ઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યુ હતુ. બ્લડ ડોનેશન કેમ્પમા ૧૦૪ યુનિટ બ્લડ કલેક્શન કરવામા આવ્યુ હતુ. તમામ રકતદાતાઓને સાવડીના ખેડુત રમેશભાઈ કાલાવડીયા તરફથી તેમની સ્વર્ગીય માતુશ્રી દુધીબેનના સ્મરણાર્થે દિવાલ ઘડિયાળ પુરસ્કાર રૂપે ભેટ આપવામા આવી હતી. આ તકે, આરોગ્ય શાખાના સંઘાણી, લેબ ટેક કિરણબેન, તાલુકા હેલ્થ ઓફિસર ડો.દિનેશ બાવરવા, હેલ્થ સુપરવાઈઝર હિતેશ પટેલ, ડો.સૃષ્ટિ ભોરણીયા,ફાર્માસિસ્ટ જનાર્દન જાની સહિતના ઉપસ્થિત રહ્યા હતા.