ટંકારાના જાણીતા એડવોકેટ અતુલ ત્રિવેદીની દલીલો સેશન્સ કોર્ટે માન્ય રાખતા હની ટ્રેપ મા સંડોવાયેલા પાંચમા ઈસમનો જામીન પર છુટકારો.

ટંકારા તાલુકાના હરીપર ગામના ઉધોગ ધંધા સાથે સંકળાયેલા યુવાનને મિસ્ડકોલ મારફતે ફસાવી પ્રપોઝ કર્યા બાદ અપહરણ- દુષ્કર્મ મા ફસાવી દેવાની દાટી મારી રૂપિયા પાંચ લાખ પડાવી લેવાના ચકચારી હનીટ્રેપ સબબ ના ગુન્હા મા જેલહવાલે રહેલા ઈસમ ને સેશન્સ કોર્ટે જામીન મુક્ત કર્યા હતા.જોકે, અગાઉ આ ગુન્હામા સંડોવાયેલા ચાર વ્યક્તિઓ જામીન મુક્ત થઈ ચુક્યા હતા.
ટંકારા તાલુકાના હરીપર ગામના ઉધોગ ધંધા સાથે સંકળાયેલા અજીત મુળજી ભાગીયા નામના યુવાનના મોબાઈલ ફોનમા આવેલા મિસ્ડકોલ થી સામે છેડેથી મિસ્ડકોલ કરનાર સ્ત્રી પાત્ર સાથે પ્રપોઝ થી સંપર્ક સાધી ઘુટરઘુ સુધી ના મામલે ગત તા. ૧૭ જાન્યુઆરીએ પરીણીત સ્ત્રીને કારમા મળવા ગયા અને એક સ્વીફટ કારમા પાંચ ઈસમોએ અપહરણ કરી દુષ્કર્મ કેસમા ફીટ કરી દેવાની દાટી મારી રૂપિયા પાંચ લાખ ખંખેરવાના હની ટ્રેપ કેસમા સંડોવાયેલા સ્ત્રી સહિતના પાંચ ઈસમો વિરૂધ્ધ ભોગ બનેલા શખ્સે નોંધાવેલી ફરીયાદ બાદ બીએનએસ એક્ટ ૧૧૫(૧), ૩૫૧(૧),૩૦૮(૭),૧૪૦(૩),૬૧ હેઠળ હાલ જેલ હવાલે રહેલા મોરબીના ખેવાળીયા ગામ ના દિલીપ હંસરાજ કલોલા એ ટંકારા ના જાણીતા એડવોકેટ અતુલ ત્રિવેદી ઉપરાંત, એન.એલ.વડસોલા(મોરબી), વિવેક પરમાર (ટંકારા) મારફત મોરબીની સેશન્સ કોર્ટ મા જમીન અરજી દાખલ કરી બચાવ પક્ષના વકીલો ની આ કેસમા અસીલ નુ નામ એફઆઈઆર મા નથી માત્ર નિવેદન આધારે ધરપકડ કરવામાં આવી છે. દલીલો કોર્ટે માન્ય રાખી અને બચાવ પક્ષના પુરાવાઓને ધ્યાને લઈ દિલીપ કલોલા ને શરતી જામીન પર છોડવાની દલીલો આધાર પુરાવાઓ મંજુર કરી સેશન્સ જજ દિલીપભાઈ મહિડા એ જામીન મુક્ત કરતો હુકમ કર્યો હતો.