સજનપર ગામના જડેશ્વર રોડ ઉપર ખેતરમા વિદેશી દારૂનો જથ્થો સંઘરી વેચાણ થઈ રહ્યા ની બાતમી ટંકારા પોલીસને મળતા પોલીસે ખેતરમા ખાબકી ઓરડીમા સંઘરેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, દરોડા દરમિયાન દારૂનો જથ્થો સંઘરી વેપલો કરનારો શખ્સ સ્થળ પર હાજર ન હોવાથી પોલીસ તેને હાથવગો કરવા કમરકસી રહી છે.

ટંકારાના સજ્જનપર ગામની સીમમા જડેશ્વર રોડ પર આવેલ મચ્છુ મંદિરની સામે ખેતી ની જમીન મા ખેતીકામ કરતો પરપ્રાંતિય ખેતમજુર ખેતરમા આવેલી ઓરડીમા વિદેશી દારૂનો જથ્થો સંઘરી વેચાણ કરી રહ્યો હોવાની બાતમી મળતા ટંકારા પોલીસે છાપો મારી વિદેશી દારૂની જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પર થી મુદ્દામાલ દારૂની બોટલ નંગ ૪૦ કિંમત રૂપિયા ૯૦૦૦/- કબ્જે લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી. જોકે, પોલીસ ત્રાટકી એ સમયે દારૂનો વેપલો કરનારો પરપ્રાંતિય ખેતમજુર શખ્સ સ્થળ પર હાજર મળી આવ્યો ન હોય તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા પેટ્રોલિંગમા હોય એ દરમિયાન પોલીસ ને બાતમી મળી હતી કે, ટંકારા તાલુકાના સજનપર ગામની સીમમા જડેશ્વર રોડ પર મચ્છુ મંદિરની સામે આવેલા ખેતરની ઓરડીમા વિદેશી દારૂનો જથ્થો સંઘરી અહીંયા ખેતીકામ કરતો દાહોદ જીલ્લા ના ખાટલા ગામનો પરપ્રાંતિય દીવાન વરસીંગ મૈડા નામનો શખ્સ દારૂનો વેપલો કરી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે ગામડાની સીમમા પહોંચી ખેતરની ઓરડીમા છાપો મારતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સ્થળ પર ગણતરી કરીને પોલીસે વિદેશી દારૂની ૪૦ બોટલ કિંમત રૂપિયા ૯૦૦૦/- કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દરોડા વખતે દારૂનો ધંધો કરનારો શખ્સ સ્થળ પર હાજર ન હોવાથી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.