મોરબીના ખાખરાળા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement

મોરબી તાલુકાના ખાખરાળા ગામેથી વિદેશી દારૂની ૫૮ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટાફને સંયુકતરાહે બાતમી મળેલ કે મોરબી તાલુકાના ખાખરળા ગામના સામળાભાઇ કૃષ્ણભાઇ બાળાના વંરડામાં એક ઇસમ ઇગ્લીશ દારૂની બોટલો રાખી વેચાણ કરતો હોવાની મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરતા એક ઇસમ કાનજીભાઇ દેવદાનભાઈ બાળા (ઉવ-૨૬) રહે. ખાખરાળા તા-જી મોરબીવાળાને પકડી પાડી ઇગ્લીશ દારૂની બોટલ નંગ- બોટલ નંગ-૫૮ કિં.રૂ. ૩૮૮૧૦/- તથા એક મોબાઇલ કીરૂ ૫૦૦૦/- એમ કુલ ૪૩૮૧૦/-નો મદ્દામાલ કબ્જે કરી ઇસમ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.