મોરબીના આમરણ ગામે પાણીના ખાડામાં પડી ડૂબી જતા યુવકનું મોત

Advertisement
Advertisement

મોરબી તાલુકાના આમરણ ગામની સીમમાં શ્રી ઉમા જીનીંગ એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ પાછળ સિમમાં આવેલ પેથરના તળાવમાં પાણી ભરાયેલ ખાડામાં પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મૂળ મહિસાગર જિલ્લાના વતની અને હાલ મોરબી તાલુકાના આમરણ ગામની સીમમાં પીપળીયા રોડ ઉપર આવેલ શ્રી ઉમા જીનીંગ એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝની લેબર કોલોનીમાં રહેતા પર્વતભાઈ પુજાભાઈ ખાંટ (ઉ.વ.૩૩) આમરણ ગામની સીમમાં આવેલ પેથરના તળાવમાં પાણી ભરાયેલ ખાડામાં કોઈપણ કારણોસર ડૂબી જતાં પર્વતભાઇ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.