માળીયા (મીં): કોમ્બીંગ નાઇટ રાઉન્ડ દરમ્યાન માળીયા (મીં)માં અલગ-અલગ જગ્યાએથી કુલ-૮૦૦ લીટર દેશીદારૂના જથ્થા સાથે બે ઇસમોને માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ અલગ-અલગ ખાનગી બાતમીના આધારે માળીયા મીંયાણાના નાજ રોડ લાઇન્સ માળીયા મીંયાણા હાઇવે તથા ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસેથી અલગ-અલગ પ્રોહીબીશનની સફળ રેઇડો કરી કુલ દેશીદારૂ લીટર- ૮૦૦ લીટર કિં.રૂ. ૧,૬૦,૦૦૦/- ના જથ્થા સાથે બે ઇસમો તૈયબભાઇ ગુલમહમદભાઇ માણેક ઉ.વ૩૫, રહે. હાલ-વીસીપરા, તા.જી. મોરબી, તથા પારસભાઇ દિનેશભાઇ સોલંકી ઉ.વ.૧૯, રહે. શોભેશ્વર રોડ, મફતીયાપરા, ઇરોજ કારખાના સામે, મોરબીવાળાને પકડી પાડી પ્રોહીબીશન હેઠળ અલગ-અલગ ગુન્હા રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.