ટંકારામા  શહીદ સ્મારક સ્તંભ ઉખેડી ફેંકી દેવા મામલે તપાસ ના આદેશ.

Advertisement
Advertisement
દોઢ વર્ષ પૂર્વે શહીદોની યાદ જીવંત રાખવા વવાયેલા વૃક્ષો અને સ્મારક સ્તંભ કોણ ઉખેડી ગયુ? વિવાદીત જમીન પાસે બંધાતી સોસાયટી ને રેલો આવ્યો..? કે શુ? બાંધકામ રોકવા સામે કેવિએટ અરજી દાખલ કરી… શંકાના કુંડાળા મા પગ ઘાયલો…
ટંકારા તાલુકા પંચાયત નજીક આવેલી સરકારી જમીન પર આજથી દોઢ વર્ષ પૂર્વે સરકારી કાર્યક્રમ અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજી રાષ્ટ્ર ના શહિદ થયેલા નરબંકા ઓની યાદ ને કાયમ જીવંત રાખવા વૃક્ષારોપણ કરાયુ હતુ. અને આ સ્થળે શહિદ સ્મારક સ્તંભ ઉભો કરાયા બાદ હાલ, સ્તંભ કે દોઢ વર્ષ પૂર્વે વવાયેલા વૃક્ષો નુ નિકંદન કાઢી નંખાયુ હોય વૃક્ષોનુ અસ્તિત્વ ન હોવાથી રાષ્ટ્રના વિર શહીદોની સ્મૃતિ માટે યોજાયેલ કાર્યક્રમ ના શહિદ સ્તંભ પણ સલામત ન હોવાનો મુદ્દો છેડી ટંકારાના યુવાને સ્થાનિક તંત્ર થી માંડી રાજ્યના મુખ્યમંત્રી સહિતનાઓને વિસેક દિવસ પૂર્વે પત્ર પાઠવી શહીદોનુ માન જાળવવા અને શહીદ સ્તંભ અને વૃક્ષો નુ નિકંદન કાઢનારાઓ સામે પગલા લેવા માંગણી કરતા મુખ્યમંત્રી કાર્યાલયને થી તપાસ ના આદેશ છુટતા તંત્રે તપાસ હાથ ધરી હોવાનુ જાણવા મળ્યુ છે. અને મુદ્દો ગરમાયો હોય પંથકમા ભારે ખળભળાટ મચ્યો છે.
રાજ્યભરમા સરકારી જમીન સલામત ન હોવાના કિસ્સાઓ રોજબરોજ અખબારોની સુરખી બનતા જોવા મળે છે. આવો જ કિસ્સો ટંકારામા છેલ્લા વિસેક દિવસ થી ભારે ચર્ચામાં છે. ટંકારાની લતીપર ચોકડી થી માત્ર ૫૦૦-૭૦૦ મીટર દુર લતીપર રોડ ઉપર વોકળા કાંઠે તાલુકા પંચાયત નજીક જ સર્વે નંબર ૭૩૧ ની સરકારી જમીન આવેલી છે. આ જમીનમા મોટાભાગની જમીન સાથણી થયેલી છે. એ પૈકી ની ખુલ્લી પડેલી જમીન ઉપર ગત તા. ૧૦/૮/૨૩ ના આઝાદી ના અમૃત મહોત્સવ કાર્યક્રમ પ્રસંગે ટંકારાના તત્કાલીન ટીડીઓ ના સીધા માર્ગદર્શન હેઠળ રાષ્ટ્ર ની સુરક્ષા કાજે શહિદ થયેલા શહિદ વીર નરબંકાઓ ની યાદ કાયમ લોકહૃદયમાં જીવંત રહે એ માટે આ સરકારી જમીન પર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. અને અહીંયા જ કેન્દ્ર સરકાર આયોજીત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ હેઠળ શહીદોની સ્મૃતિ સાથે કળશ યાત્રા વખતે શહીદ સ્મારક સ્તંભ ટંકારાના તત્કાલીન સરપંચ ઉપરાંત, અનેક આગેવાનો અને દેશના સિમાડા ની સુરક્ષા કરતા જવાન સૈનિકો ની ઉપસ્થિતિ મા ઉભો કરાયો હોવાના ફોટા સાથે ટંકારાના જાગૃત નાગરીક રમેશ રબારી નામના યુવાને સ્થાનિક તંત્ર થી માંડી રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સહિતનાઓને પત્ર પાઠવી રાષ્ટ્રના જાગૃત સૈનિક તરીકે રાવ કરી શહીદોની યાદ લોક હ્યદય મા જીવંત રાખવા વૃક્ષારોપણ કરાયુ હતુ એ વૃક્ષો નુ નિકંદન નિકળી ગયુ હોય અને શહીદ સ્મારક સ્તંભ હાલ દોઢ વર્ષ પછી કોઈ અસ્તિત્વ ન હોય કોઈએ ઉખેડી ફેંકી દીધુ હોય તે ગંભીર બાબત હોય જો રાષ્ટ્ર માટે બલિદાન આપનારા દેશના શહીદ વિર નરબંકાઓ પણ સલામત ન હોવાનો મુદ્દો ઉઠાવી શહીદોનુ સ્મારક અને વૃક્ષો નુ નિકંદન કાઢનારાઓ સામે રાષ્ટ્રદ્રોહ નો ગુન્હો નોંધી દાખલારૂપ કાર્યવાહી હાથ ધરવા માંગણી ઉઠાવતા આ મુદ્દે ખળભળાટ મચ્યો હતો. જોકે, રમેશ રબારી ની ફરીયાદ બાદ મુખ્યમંત્રી કાર્યાલયે તપાસના આદેશ છુટતા વહીવટીતંત્રે હાલ તપાસ શરૂ કરી હોવાનુ અને ટીડીઓ, નગરપાલિકા અને ફોરેસ્ટ વિભાગ પાસેથી અગાઉ યોજાયેલા કાર્યક્રમ અંગે માહિતી માંગવામા આવી હોવાનુ જાણવા મળેલ છે.
———————————————————————————
શહીદ સ્મારક સ્તંભ વિવાદમા નવો વળાંક,બિલ્ડર લોબી ફફડી.
——————————————————————————–
આજથી દોઢ વર્ષ પૂર્વે યોજાયેલા સરકારી કાર્યક્રમ મા કરાયેલા વૃક્ષારોપણ અને શહીદ સ્તંભ ના ફોટા સહિતના પુરાવાઓ કાર્યક્રમ યોજાયાની ચાડી ખાઈ રહ્યા છે.ત્યારે ફરીયાદ કરનાર યુવાનની ફરીયાદ નર્યુ જુઠાણુ નથી એ હકીકત જગજાહેર છે જ એ ટાંકણે વિવાદીત જમીન (સ્થળ) ની લગોલગ હાલ રેસીડેન્સી સોસાયટી નિર્માણ કરી રહેલી ગોકુલધામ ડેવલોપર્સ ફર્મ ના ભાગીદારો પૈકીના અમરસી ગણેશ બોડા અને મનીષ મનહરલાલ સરસાવાડીયા નામના બે ભાગીદારો એ જીલ્લા કલેકટર અને ન્યાયતંત્ર સમક્ષ અરજી કરનાર રમેશ રબારી પોતાનુ અંગત હિત સાધવા ત્રાગડા રચી રહ્યા નુ વર્ણન કરી તે પોતાનુ બાંધકામ અટકાવવા સ્ટે માટે પેરવી કરે તો અમને સાંભળવા એવી કેવિએટ અરજી થઈ હોવાનુ જાણવા મળતા આ અંગે અરજી કરનાર રમેશ રબારી નો સંપર્ક કરતા તેઓએ નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, પોતે રાષ્ટ્ર ના શહીદો માટે રાષ્ટ્ર હિત ની દેશના જાગૃત સિવીલ સૈનિક તરીકે ફરીયાદ કરી છે. મારી વિરૂધ્ધ કેવિએટ કરનારાઓ કદાચ શંકાના દાયરામા આવતા હશે એટલે બચવા હવાતિયા મારતા હોય હાલ આ તેમની બચાવ અરજી પર થી પ્રાથમિક દ્ષ્ટિ એ જણાઈ છે. જેનો જડબાતોડ જવાબ આપવા મારી તૈયારી છે જ. મને દબાવવા ઉટપટાંગ હરકતો પાછળથી કરાઈ રહી છે. પરંતુ રાષ્ટ્રહિત ની લડાઈ લડવા સંપૂર્ણ સજ્જ છુ.