માળિયા વનાળીયા સોસાયટીમાંથી રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો

Advertisement
Advertisement

મોરબી એલસીબી ટીમે માળીયા વનાળિયા સોસાયટીમાં સોનલ ઉર્ફે સોનકી અબ્બાસભાઈ કટિયાના રહેણાંકમાં બાતમીને આધારે દરોડો પાડતા રહેણાંકમાંથી 60 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 12 હજાર મળી આવ્યો હતો.વધુમાં દેશી દારૂનો આ જથ્થો આરોપી હરિભાઈ કોળી રહે.નાળિયેરી ગામ, તા.ચોટીલા વાળાઓ આપી ગયાનું આરોપીએ કબુલતા એલસીબી ટીમે બન્ને વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.