મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 48 બોટલો સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે જવાહર સોસાયટી ભડીયાદ રોડ પર આવેલ આરોપી મહેશભાઇ ધનજીભાઈ મકવાણા (ઉ.વ.૩૯) એ પોતાના કબ્જા ભોગવટા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૪૮ કિં રૂ. ૨૬૯૭૬ ના મુદ્દામાલ સાથે આરોપીને પોલીસે ઝડપી પાડી પુછપરછ કરતા ઈંગ્લીશ દારૂનો જથ્થો આપી જનાર રૂષીરાજસિંહ જાડેજા રહે. મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.