મોરબી : માળીયા મિયાણા તાલુકાના વવાણીયા નજીક એક વ્યક્તિનું બંદૂકની ગોળી વાગવાથી મોત થતા મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડી તપાસ શરૂ કરવામાં આવી છે.આ ગંભીર બનાવમાં શિકાર કરવા જતાં સમયે બાઈક સ્લીપ થતા અકસ્માતે ગોળી છૂટતા યુવાનનું મૃત્યુ થયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે પોલીસે હાલ બનાવમાં એક વ્યક્તિની પૂછતાછ શરૂ કરી છે. જો કે હજુ સુધી આ બનાવમાં ગુન્હો દાખલ થયો નથી.
જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના વવાણીયા નજીક ગત રાત્રીના સમયે બંદૂકની ગોળી લાગતા વસીમભાઈ ગુલમામદભાઈ પીલુડિયા ઉ.વ.38 નામના યુવાનનું મૃત્યુ નિપજતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.