ગણતંત્ર પર્વ અંતર્ગત આર્ય વીરો છેલ્લા ૪ દાયકાથી દેશપ્રેમ પ્રજ્વલિત રાખવા સરાહનીય પ્રયાસ કરે છે

ટંકારા આર્યસમાજ સંસ્થા દ્વારા લોકોના હ્રદયમા દેશભક્તિ અને રાષ્ટ્ર પ્રેમ કાયમ પ્રજ્વલિત રહે એ માટે છેલ્લા ચાલીસ વર્ષથી ગણતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રભક્તિ ગીત સ્પર્ધા નુ આયોજન કરવામાં આવે છે. એ અંતગર્ત આ વખતે પણ મહર્ષિ દયાનંદ સ્મારક ભવન (મહાલય) ખાતે ઓપન ટંકારા સ્પર્ધા નુ આયોજન કરાયુ હતુ. જેમા, ૧૦૦ સ્પર્ધકોએ હોંશભેર ભાગ લીધો હતો.જેમાથી પસંદ થયેલા ૧૬ સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી.વિજેતાઓને પ્રોત્સાહન પુરસ્કાર અપાયા હતા. આ તકે, રાજકીય, સામાજીક અગ્રણી ઓ ઉપરાંત, પંથકમાથી એકાદ હજાર થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ટંકારા આર્યસમાજ (ત્રણ હાટડી) ની યુવા પાંખ આર્ય વીર દળ અને આર્ય વિરાંગના દળ ના યુવાનો -યુવતીઓ દ્વારા જન જન ના હ્યદય મા દેશભક્તિ અને યુવા વર્ગ ના માંયલા મા દેશદાઝ ધબકતી રહે એવા ઉદ્દેશ થી છેલ્લા ચાલીસ વર્ષથી ગણતંત્ર પર્વ અંતગર્ત આગોતરા આયોજન કરી રાષ્ટ્રભક્તિ ના ગીતો થકી વાતાવરણ મા દેશપ્રેમ પ્રજ્વલિત કરવા સ્પર્ધા યોજાઈ છે.આ વખતે પંથકમાથી ૧૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાથી ૧૬ સ્પર્ધકો ફાઈનલ રાઉન્ડ માટે પસંદગી પામતા તેઓને બે ગૃપ મા વહેંચી સ્પર્ધા આર્યસમાજ સંસ્થા ના દેવજીભાઈ પડસુંબીયા, ભરતભાઈ વડઘાસીયા, રજનીકાંત મોરસાણીયા ના વડપણ હેઠળ અને હિમાંશુ જોષી, ચિરાગ કટારીયા સહિતના આર્ય વીરોની જહેમત થી યોજાઈ હતી. સ્પર્ધકોના બંને ગૃપ ના એક થી ત્રણ નંબરે આવેલા વિજેતાઓને ઉપસ્થિતો સહિત અનેક દેશપ્રેમી દાતાઓ થકી અનેક પુરસ્કારો થી નવાજી પ્રોત્સાહન પુરસ્કાર અપાયા હતા. ઘરે બેઠેલા લોકો પણ દેશભક્તિ સ્પર્ધા નિહાળી શકે એટલે આ વખતે સંસ્થા એ પણ સોસીયલ પ્લેટફોર્મ પર પ્રોગ્રામ નુ લાઈવ પ્રસારણ કર્યુ હતુ.