હળવદના સુંદરી ભવાની ગામે પિતા-પુત્ર પર એક શખ્સનો છરી વડે હુમલો

Advertisement
Advertisement

હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે રહેતા નટવરલાલ ધનજીભાઈ ઠક્કર (ઉ.વ.૭૨) એ તેમના જ ગામના આરોપી પ્રતાપભાઈ જીલુભાઈ સોલંકી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીના દિકરા ટિનેશભાઇની દુકાનેથી સીગરેટ લઇ પૈસા આપેલ ન હોય સિગરેટના પૈસા ફરીયાદીના દિકરા ટિનેશભાઇએ આરોપી પાસેથી માંગેલ જે બાબતનો ખાર રાખીને આરોપીએ ફરીયાદીને છરી વડે ગંભીર ઇજા પહોંચાડી તથા સાહેદ સુરેશભાઇ નટવરલાલ ઠકકરને છરી વડે ઇજા કરેલ તથા સાહેદ ટિનેશભાઇ નટવરલાલ ઠકકરને ઢીંકાપાટુનો મુંઢમાર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.