મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આલ્ફાન્સો સિરામિક પાછળ બાવળની કાંટમા તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો રફીકભાઇ રહીમભાઇ માણેક (ઉવ-૨૨) રહે. વીશીપરા વિજયનગર મોરબી તથા ગણેશભાઇ પ્રવિણભાઇ ઇન્દરીયા (ઉવ-૨૪) રહે. વીશીપરા કેશવાનંદ બાપાના આશ્રમ સામે મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૩૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમાંમ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.