ટંકારા: આમ આદમી પાર્ટીએ દિલ્હી ની આપ સરકાર જેવી જનકલ્યાણ સુવિધાઓ આપવા સરકાર ને આવેદનપત્ર પાઠવ્યુ.

Advertisement
Advertisement

 

આમ આદમી પાર્ટી ટંકારા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ને મામલતદાર મારફતે આવેદનપત્ર પાઠવી દિલ્હીમા આપ ની સરકાર દ્વારા પ્રજાજનોને અપાતી મફત આરોગ્ય, શિક્ષણ, મહિલાઓને માસિક રૂપિયા ૨૧૦૦/- રોકડ સહાય, વડીલોને યાત્રા, બસ મા વિનામુલ્યે મુસાફરી સહિતની અનેક જનકલ્યાણ સુવિધાઓ આપવા માંગણી કરી હતી.
ટંકારા આમ આદમી પાર્ટીના પ્રમુખ પ્રકાશ દુબરીયા, ઉપપ્રમુખ રાજેસ રૈયાણી, ફિરોઝ ઉઠમણા, કુલદીપ ભાગીયા, ધર્મેન્દ્ર કક્કડ સહિતના કાર્યકરોએ રાજ્ય ના મુખ્યમંત્રી ને સંબોધી મામલતદાર નિખીલ જોષી ને પાઠવેલા આવેદનપત્રમા જણાવાયુ હતુ કે, ગુજરાત મા છેલ્લા ૩૦ વર્ષ થી ભાજપનુ એકચક્રી શાસન ચાલી રહ્યુ છે. દિલ્હીમા નાનકડી કહેવાય એવી આપ ની સરકારે દસ વર્ષ મા જે જનકલ્યાણ સુવિધાઓ આપી છે એની ની સરખામણી મા પ્રજાજનોને પાયાની પ્રાથમિક સવલતો આપી શક્યા નથી. તો ગુજરાત મા દિલ્હી ની આપ ની સરકાર જેવી લોકો ને આરોગ્ય, શિક્ષણ અને બસ મુસાફરી મફત આપવા ઉપરાંત, મહિલાઓને માસિક રૂપિયા ૨૧૦૦/- રોકડ સહાય ચુકવવા વડીલોને યાત્રાધામ પ્રવાસ નુ આયોજન કરવા સરકારે યોગ્ય કરવા માંગણી દોહરાવી હતી. પ્રજાજનો આપની સરકાર ને ખોબલે ખોબલે મત આપે છે. એના બદલામાં પાયાની અને પ્રજાલક્ષી સહાય ચુકવવા હકદાર છે. તો, પ્રજાજનો ની અપેક્ષા અને આશા પૂર્ણ કરવા લોકો વતી અમારે માંગણી ઉઠાવવી પડી છે. વધુમાં, જણાવ્યા પ્રમાણે અન્ય રાજ્યોમાં ચુંટણી ટાંણે ભાજપ ૨૫૦૦/- સહાય, મફત ગેસ સિલિન્ડર સહિતના વચનો આપે છે. જ્યારે ગુજરાત ના પ્રજાજનો આપને પ્રેમ કરતા હોવા છતા એક પણ સુવિધા નહીં? એ મુદ્દે જન જન મનોમન અકળાયો છે  ગુજરાત મા ભાજપના શાસનમા નિતી સ્પષ્ટ કરી આપ ની દિલ્હી સરકાર ની જેમ જન સુખાકારી અને જનકલ્યાણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા આવેદનપત્ર ના અંત મા ફરી માંગણી દોહરાવી હતી.