મોરબી જિલ્લામાં વકીલાતના ક્ષેત્રમાં વર્ષોથી કાર્યરત એવા અગેચાણીયા લો ફાર્મ ના સીનિયર ધારાશાસ્ત્રીઓની ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક
મોરબી જિલ્લામાં સૌથી અનુભવી એવા વકીલાતના ક્ષેત્રમાં કાર્યરત અગેચાણીયા એસોસિએશનના 5 સીનિયર ધારાશાસ્ત્રી શ્રી અશોકભાઈ ખુમાણ, દેવજીભાઈ વાઘેલા, કેતનભાઈ ટીડાણી , આતીશભાઈ ચાનિયા , અને પૂનમ બેન અગેચાણીયા ની ભારત સરકારે નોટરી તરીકે નિમણુક આપેલ છે.
જેથી આ નિમણુકથી વકીલ મંડળ ,સીનિયર એડવોકેટ શ્રી દિલીપભાઈ અગેચાણીયા , સીનિયર એડવોકેટ શ્રી ચાનિયાભાઈ,સીનિયર તથા જૂનિયર તમામ સભ્યો , સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા, વિનોદ ચાવડા, ધારાશાસ્ત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા ,પાર્ટીના કાર્યકર્તા પ્રમુખ શ્રી , મહામંત્રીશ્રી આગેવાનોશ્રી , પોલીસ તથા પત્રકાર મિત્રોએ તથા નગરજનોએ તથા ડોક્ટરશ્રી , સીરામીક ના ઉદ્યોગપતિઓ, શિક્ષક સંસ્થાઓ, નવયુગ કોલેજ, ઓમ શાંતિ વિદ્યાલય તમામ શુભચિંતકોશ્રીઓ ,સરકારી વકીલ શ્રીઓએ શુભેચ્છા પાઠવી તેમજ પ્રશંસા કરી.
શુભેચ્છા પાઠવવા બદલ અગેચાણીયા લો ફાર્મ ના સંસ્થાપક દિલીપભાઈ અગેચાણીયાએ સૌનો આભાર વ્યક્ત કરેલ છે.