મોરબીની મધુવન સોસાયટી રહેતા આરોપી રાજદિપસિંહ દવેરાએ પોતાના આર્થિક લાભ માટે વિદેશી કારમાં રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા બાતમીના આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મધુવન સોસાયટી શિવ શક્તિ લખેલ મકાનની સામે સ્વીફ્ટ કાર રજીસ્ટર નંબર – જીજે -૦૧-આર.સી-૮૭૩૨ વાળી વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૦૮ કિં રૂ.૭૫,૧૮૬ તથા સ્વીફ્ટ કાર કિં રૂ.૩,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૩,૭૫,૧૮૬ નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.