ટંકારા: હરીપરના યુવાનને લલના સાથે મિત્રતા મોંઘી પડી,પાંચ લાખ મા ખંખેરાયો.

Advertisement
Advertisement
હનીટ્રેપનો ભોગ બન્યાનો અહેસાસ થતા પોલીસ મા રાવ કરતા મહિલા ના પતિ સહિત ચાર ઝડપાયા, બે હાથવેંતમા.
ટંકારાના હરીપર ગામના યુવાનને અજાણી મહિલા મિત્ર સાથે મોબાઈલ મધ્યે થયેલી દોસ્તી મોંઘી પડી હતી. જેમા, ગામડાના યુવાનના મોબાઈલ મા આવેલા અજાણ્યા મિસ્ડ કોલ બાદ ટંકારાની મહિલા સાથે મોબાઈલ દ્વારા સંપર્ક થતા અજાણી મહિલાએ મોબાઈલમા મીઠી વાતો કરી મિત્રતા  કેળવી બરાબરનો વિશ્ર્વાસ સંપાદન કરાવી ટંકારા ઉપરાંત રાજકોટ અને આસપાસના વિસ્તારોમા અવારનવાર મળવા બોલાવી મુલાકાતો નો સિલસિલો ચાલુ કર્યો હતો. બાદમા, છતર ગામે મળવા બોલાવ્યો હતો. અહીં મહિલા મિત્ર સાથે મીઠી વાતો કરી રહ્યો હતો એ ટાંકણે જ પ્રિપ્લાન મુજબ એક કાર મા પાંચ શખ્સોએ આવી યુવાનને બિભત્સ હરકતો કરવા બદલ ધમકાવી કાર મા બેસાડી અપહરણ કરી મારમારી બળાત્કારના કેસમા ફીટ કરાવી દેવાની ધમકી આપી છુટકારો મેળવવા પાંચ લાખ રૂપિયા રોકડા ની માંગણી કરતા ગભરાયેલા યુવાને રોકડ વ્યવસ્થા કરી છુટકારો મેળવી લીધો હતો. જોકે , છીનારીયા કરવાની કુટેવ મા પોતે ફસાયો હોવાનુ ભાન થતા ટંકારા પોલીસમા હનીટ્રેપ ના ભોગ બનવાની વિધીવત ફરીયાદ નોંધાતા પોલીસે તાબડતોબ હરકત મા આવી જઈ મહિલા સહિતના તમામ તોડબાજોને પકડી પાડી પાંચ લાખ રોકડા સહિત ૮,૨૫,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
રાજકોટ હાઈવે પર આવેલા ટંકારા તાલુકાના હરીપર ગામના અજીત મુળજીભાઈ ભાગીયા નામના પાટીદાર યુવાનના મોબાઈલ મા એક અજાણ્યો મિસ્ડકોલ આવતા પોતે એ નંબર પર ફોન કરતા સામે છેડેથી મીઠા મધ જેવા અવાજે કોમળ સ્વરે પોતાની ઓળખાણ દેવુ ઉર્ફે પુજા તરીકે આપી મિત્રતા માટે હાથ લંબાવ્યો હતો. ગામડાનો યુવાન સ્ત્રી મિત્ર મા પાણી પાણી થઈ બરાબરનો લપસ્યો હતો. સામે બકરો ફસાયા નો અહેસાસ થઈ જતા મળવાનુ નક્કી થયા બાદ ટંકારા ઉપરાંત રાજકોટ અને આસપાસના વિસ્તારોમા અવારનવાર મળવુ અને મુલાકાતો નો સિલસિલો શરૂ થયા બાદ બકરાને ખંખેરવા નો પ્રિપ્લાન ઘડાયો હોય એમ રાજકોટ હાઈવે પર આવેલા છતર ગામે હાઈવે પર મળવા યુવાનને બોલાવ્યો હતો. ગામડાનો યુવાન ટંકારાની પરીણીત મહિલા સાથે ખાનગી ગુફતેગુ (ઘુટરઘુ) કરવામા લીન હતો એ ટાંકણે જ સ્વિફ્ટ કાર નં.જીજે ૩૬ એજે ૯૧૭૨ ઓચિંતા આવી કાર માથી પાંચ શખ્સોએ ઉતરી યુવાન ઉપર રોફ છાંટી અપહરણ કરી મારમારી બળાત્કાર ના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી છુટકારો મેળવવા ના બદલામા રૂપિયા પાંચ લાખની ડિમાન્ડ કરતા યુવાને સ્થળ પર જ રૂપિયા એક લાખ ચુકવ્યા બાદ બીજે દિવસે ચાર લાખ ચુકવી દીધા હતા. પોતે ખંખેરાયા બાદ હનીટ્રેપનો ભોગ બન્યાનો અહેસાસ થતા ટંકારા પોલીસ મા ફસાઈ નાણા ગુમાવ્યા ની ફરીયાદ નોંધાવતા નવનિયુક્ત પોલીસ ઈન્સપેકટર કે.એમ.છાસીયાએ પોલીસ ટીમને તાબડતોબ હરકત મા આવી જવા સુચના આપીને પુજા ઉપરાંત તેના પતિ રમેશ કાળુભાઈ જાદવ રહે. ટંકારા ઉપરાંત, મોરબીના ખેવારીયા  ના સંજય ભીખાલાલ ડારા, નાની વાવડી ના હાર્દિક કિશોરભાઈ મકવાણા ને પકડી પાડી પાંચ લાખ રોકડા ઉપરાંત, સ્વિફ્ટ કાર સહિત ૮,૨૫,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન દેવુ ઉર્ફે પુજાનો ખેવારીયા રહેતો ભાઈ ઋત્વિક દિનેશભાઈ રાઠોડ અને સજપનર ના રણછોડ ભીખાભાઈ કરોતરા નુ નામ ખુલતા અટક કરવા તજવીજ હાથ ધરી હતી.