ટંકારા નજીક ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનના ઘટનાસ્થળે મોત, એકને ઈજા પહોંચી

Advertisement
Advertisement

ટંકારા નજીક આજે બપોરના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં અજાણ્યા વાહનની ઠોકરે બાઈક સવાર બે યુવાન ઘટનાસ્થળે જ મોત થયા હતા જયારે એક યુવાનને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે

મોરબી-રાજકોટ હાઈવે પર ટંકારા નજીક અકસ્માત સર્જાયો હતો ત્રિપલ સવારીમાં બાઈકમાં ત્રણ યુવાનો જતા હોય ત્યારે અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી હતી જે અકસ્માતમાં બે યુવાનના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા અને એક યુવાનને ઈજા પહોંચતા ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડાયો છે બનાવની જાણ થતા ટંકારા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને બનાવની વધુ તપાસ ચલાવી છે સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ટ્રક ચાલકે બાઈકને ઠોકરે લીધા બાદ અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન મૂકી નાસી ગયાનું પણ સુત્રો જણાવી રહ્યા છે

સવારે વીરપર નજીક કારને નડ્યો હતો અકસ્માત

ટંકારા તાલુકામાં આજે બે અકસ્માતના બનાવો બન્યા છે વહેલી સવારે વીરપર નજીક વોલ્વો કારને અકસ્માત નડ્યો હતો કાર રોડ સાઈડમાં દીવાલ સાથે અથડાઈ હતી જોકે તે અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી છે કે કેમ તે સ્પષ્ટ થયું નથી to બપોરે ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનના મોત થતા ચકચાર મચી છે